02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસમાં ઉમેદવારને લઈને કોકડું બરાબરનું ગૂંચાયું ઃ દિલ્હીમાં ટિકિટ મેળવવા ધમપછાડા

સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસમાં ઉમેદવારને લઈને કોકડું બરાબરનું ગૂંચાયું ઃ દિલ્હીમાં ટિકિટ મેળવવા ધમપછાડા   25/03/2019

          સાબરકાંઠા લોકસભા બેઠક પર છેલ્લા દસ વર્ષથી ભાજપનો દબદબો છે દાંતા અને વડગામ વિસ્તાર સાબરકાંઠા લોકસભા બેઠકમાં હતો તે સમયે સાબરકાંઠા લોકસભા બેઠક કોંગ્રેસનો ગઢ હતો સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે સાંસદ દીપસિંહ રાઠોડને રિપીટ કરાયા છે બીજીબાજુ કોંગ્રેસમાં લોકસભાની ટિકિટને લઈને ભારે ધમાસાણ મચ્યું છે દિલ્હીમાં બેઠકોના દોર પર દોર ચાલી રહ્યા છે ચૂંટણી લાડવા માંગતા ત્રણ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્ય એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે બંને જીલ્લાના કોંગ્રેસના કાર્યકરોમાં પણ ભારે સસ્પેન્સ જોવા મળી રહ્યો છે ઉમેદવારને લઈને સાબરકાંઠા લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર હાઈકમાન્ડ માટે માથાનો દુખાવા સાથે જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખી ઉમેદવાર પસંદગી માટે ભારે અવઢવમાં મુકાઈ છે બનાસકાંઠા અને પાટણ માં ક્ષત્રિય-ઠાકોર  ઉમેદવારને ટિકિટ ફાળવાય તો સાબરકાંઠા લોકસભા પર પાટીદાર કે પટેલ જ્ઞાતિના ઉમેદવારની પસંદગી થઇ શકે છે ક્ષત્રિય-ઠાકોર સેનાએ ઉત્તર ગુજરાતમાં તમામ બેઠકો પર ક્ષત્રિય-ઠાકોર સેનાના ઉમેદવારનેજ ટિકીટ આપવાની માંગ કરી રહ્યું છે 
સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા,ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ, પ્રાંતિજના પૂર્વધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા,કમલેશ પટેલ, અરુણભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ કુંપાવત, ડાહ્યાભાઈ પટેલ સહિતના ઉમેદવારોએ ટિકિટના જંગમાં જંપલાવ્યું છે 
  સાબરકાંઠા લોકસભા બેઠકમાં ૫.૫ લાખ ક્ષત્રિય મતદારો, ૩.૫ લાખ આદિવાસી મતદારો અને એસસી અને મુસ્લિમ મતદારોની સંખ્યા વધુ હોવાથી કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી લડવા મુરતિયા થનગની રહ્યા છે અને તેમના રાજકીય ગોડફાધરની ચરણે પહોંચ્યા છે 
     લોકસભા નહિ લડવાનું કહી ચૂકેલા ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર અને જગદીશ ઠાકોર બંનેએ છેલ્લી ઘડીએ ટિકિટની માંગણી કરતાં જો જગદીશ ઠાકોરને પાટણ કે બનાસકાંઠાની ટિકીટ ફાળવાય તો અલ્પેશ ઠાકોર સાબરકાંઠા બેઠક પરથી તેમના નિકટના સાથી ધવલસિંહ ઝાલાને ટિકીટ આપવા કોંગ્રેસ હાઈ કમાન્ડનું નાક દબાવી શકે તેવી ચર્ચા રાજકીય વિશ્લેષકોમાં ચાલી રહી છે

Tags :