સોશિયલ મીડિયા પર ફરતી સરદાર પટેલની મૂર્તિની તસવીરનું સત્ય શું?

શું 3 હજાર કરોડના ખર્ચે બનેલી દુનિયાની સૌથી લાંબી મૂર્તમાં એક મહિનાની અંદર જ તિરાડ પડી ગઈ છે? શું સરદાર પટેલની 182 મીટર ઊંચી સ્ટેચ્યુ ઓફ યૂનિટી તૂટવા લાગી છે? સોશિયલ મીડિયા પર આવી જ એક પોસ્ટ વાયરલ થઈ છે. તેમાં આ દાવો કરાઈ રહ્યો છે. ગુજરાતમાં બનેલી સરદાર પટેલની મૂર્તિની તસવીરો. ઘણુ ઝુમ કરીને શોટ લેવામાં આવ્યો છે. અમને તેમાં પગનો ભાગ દેખાય છે. તેમાં સફેદ કલરની રેખાઓ છે. લોકોને ફોકસ કરવા માટે તેને ગોળ સર્કલમાં બતાવ્યું છે. તેમનો દાવો છે કે આ સફેદ રેખાઓ હકીકતમાં તિરાડો છે.
 
અમે સ્ટેચ્યુ ઓફ યૂનિટીની વેબસાઈટ પર ગયા. 31 ઓક્ટોબર, 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મૂર્તિનું ઓપનિંગ કર્યું હતું. આ પ્રસંગની ઘણી તસવીરો આ વેબસાઈટ પર હતી. ત્યાં પણ અમે મૂર્તિ પર સફેદ રેખાઓ જોઈ. એટલે જ્યારે પણ બે દિવાલને જોડવામાં આવે છે તો તેમાં આ પ્રકારની લાઇન હોય છે. તેમાં સ્પષ્ટપણે દેખાય છે કે, ઈંટો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે.
 
સ્ટેચ્યુ ઓફ યૂનિટીને આકાર આપવામાં ખઆસ પ્રકારના વેલ્ડિંગનો ઉપયોગ કરાયો છે. પ્રતિમા દર્શન માટે આવતા અમુક લોકો તેને લઈને ભ્રમમાં પડી જાય છે. તેના કારણે અફવાહ ફેલાઈ રહી છે કે, સ્ટેચ્યું ઓફ યૂનિટીમાં તિરાડો પડી ગઈ છે. સ્ટેચ્યું ઓફ યૂનિટી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી વિશાળકાય પ્રતિમા છે. સ્ટેચ્યું ઓફ યૂનિટીના સીઈઓ આઈકે પટેલે તેના વિશે જણાવ્યું કે, આ વાત સાવ ખોટી છે. પ્રતિમા એકદમ મજબૂત છે. 192 મીટર ઊંચી પ્રતિમા કોઈ એક પાર્ટથી તૈયાર કરવી શક્ય નથી. પ્રતિમામાં 8એમએમની કાંસાની પ્લેટોને ખાસ પ્રકારના વેલ્ડિંગથી એકબીજા સાથે જોડાવામાં આવી છે. પ્લેટ્સને ખાસ વેલ્ડિંગથી જોડવામાં આવી છે. એટલા માટે જ્યાં આ જોડ છે. તેને જોઈને સ્વાભાવિક રીતે પહેલી નજરે તિરાડો જેવો જ આભાશ થાય છે, પરંતુ આ તિરાડો નથી પરંતુ પ્રતિમાના નિર્માણ હેતુ કરવામાં આવેલા વેલ્ડિંગનો એક ભાગ જ છે. આ સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે છે. સ્ટેચ્યું ઓફ યૂનિટીમાં તિરાડ પડવાની વાત અફવાહ અને માત્ર અફવાહ જ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.