02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા ગયેલા સ્વામી અગ્નિવેશ સાથે થઈ મારપીટ

વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા ગયેલા સ્વામી અગ્નિવેશ સાથે થઈ મારપીટ   17/08/2018

દિલ્હીમાં  પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું નિધન થયું. ત્યારે તેમના અંતિમ દર્શન માટે દિલ્હીમાં દેશભરમાંથી લોકો ઉમટ્યા છે. ત્યારે સ્વામી અગ્નિવેશ પણ શુક્રવારે દિલ્હીના ભાજપા ઓફિસમાં અટલજીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. પરંતુ તેમને અહીં કડક વિરોધનો સામનો કરવો પડ્યો હતો. અહીં ભાજપા કાર્યકર્તાઓ તેમની પર તૂટી પડ્યા હતા. કાર્યકર્તાઓએ તેમને દોડાવી દોડાવીને ત્યાંથી ભગાડી મૂક્યા હતા.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, વાજપેયીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્વામી અગ્નિવેશ ત્યાં પહોંચ્યા હતા. ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી ગયો હતો. પરંતુ તેઓ જ્યારે સીડીથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે તે સમયે એક વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ તો અનેક લોકો તેમના પર તૂટી પડ્યા હતા. કાર્યકર્તાઓએ તેમને ગદ્દાર કહ્યા હતા. તેમની સાથે મારપીટ કરીને તેમને અપશબ્દો કહ્યા હતા.
 
સ્વીમી અગ્નિવેશે કહ્યું કે, તેઓએ મારા પાઘડી ઉતારી નાખી હતી. મેં તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે, આજના દિવસે એવું નકરો, આજે ખોટો સંદેશ જશે. પરંતુ તે લોકો મારી વાત ન માન્યા. તેથી ત્યાંથી બચીને નીકળવું જ યોગ્ય છે.
 
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા સ્વામી અગ્નિવેશના એક નિવેદનથી પાર્ટીના કાર્યકર્તાઓ ગુસ્સામાં હતા. આ પહેલા પણ સ્વામી અગ્નિવેશ સાથે મારપીટ કરવામાં આવી હતી.

Tags :