02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / દેશની કઈ ત્રણ મોટી બેંકોનું થશે વિલિનિકરણ ? નાણા પ્રધાન જેટલી આજે નિર્ણય કરશે

દેશની કઈ ત્રણ મોટી બેંકોનું થશે વિલિનિકરણ ? નાણા પ્રધાન જેટલી આજે નિર્ણય કરશે   18/09/2018

બેંકો પર એનપીએનું ભારણ વધી રહ્યું છે, નાણાકીય વર્ષ ૨૦૧૮માં જ એનપીએની રકમ વધીને ૧૦.૩ લાખ કરોડ પર પહોંચી ગઇ છે. 
 
આ સ્થિતિ વચ્ચે કેન્દ્રીય નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે ત્રણ મોટી બેંકો બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકનું વિલિનિકરણ કરવામાં આવશે અને તેને ભેળવીને એક એવી બેંક તૈયાર કરવામાં આવશે કે જે ભારતમાં ત્રીજા ક્રમની સૌથી મોટી બેંક હશે.
 
વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા કૌભાંડીઓએ બેંકો સાથે કરોડો રૂપિયાના કૌભાંડ કર્યા છે. આ સ્થિતિ વચ્ચે નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે ત્રણેય બેંકોનું વિલિનિકરણ કરવામાં આવશે તો તેનાથી ફાયદો થશે અને બેંકિંગ વ્યવસ્થા પહેલા કરતા વધુ મજબુત બનશે. હાલ આ ત્રણેય બેંકો સાથે જે પણ કર્મચારીઓ સંકળાયેલા છે તેમને આ ફેરફારથી કોઇ જ આડ અસર નહીં થાય અને જે પણ વધુ સારી સવલતો મળી શકે તે આપવામાં આવશે.
 
ગયા વર્ષે પણ સરકારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સાથે પાંચ બેકોનું વિલિનિકરણ કરી દીધુ હતું. સરકારનું એવુ માનવુ છે કે બેંકોનું વિલિનિકરણ કરવાથી બેંકોના સંચાલનનો ખર્ચ ઘટી શકે છે અને ગ્રાહકોને વધુ સારી સેવા મળી શકશે. નાણા સચીવ રાજીવ કુમારે જણાવ્યું હતું કે ત્રણ બેંકોના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ આ પ્રસ્તાવ અંગે વિચાર વિમર્શ કરશે. 
 
બેંકિંગ સેક્ટરમાં સુધારા કરવાની જરુર છે અને સરકાર બેંકોની નાણાકીય જરુરતો પર પણ ધ્યાન આપી રહી છે. બીજી તરફ બેંકો પર વધી રહેલ એનપીએના ભારણને લઇને યુપીએ અને એનડીએ બન્ને એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. જોકે હાલ વિજય માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોક્સી કરોડો રૂપિયાની લોન લઇને એક પણ રૂપિયો પરત આપ્યા વગર વિદેશ ભાગી ગયા છે જેને પગલે બેંકોની પરિસ્થિતિ વધુ કથળી ગઇ છે. આ સ્થિતિ વચ્ચે સરકારે આ ત્રણ બેંકોનું વિલિનિકરણ કરવાનું નક્કી કર્યું છે. 
 

Tags :