02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / દુનિયા આખી જોતી રહેશે ઇશા-આનંદની સગાઈ, અંબાણી પરિવારમાં કાલે થસે સગાઈનો જશ્ન

દુનિયા આખી જોતી રહેશે ઇશા-આનંદની સગાઈ, અંબાણી પરિવારમાં કાલે થસે સગાઈનો જશ્ન   20/09/2018

ઇશા અંબાણી- આનંદ પીરામલની શુક્રવારે સગાઈની જાહેરાત કરી છે.અંબાણી પરિવારની તૈયારીઓ જોતા લાગી રહ્યુ છે કે આ ફંક્શન ખુબજ યાદગાર રહેશે. સગાઈની વીધી ઇટલીના Lake Comoમાં 21 સપ્ટેમ્બરે શુક્રવારે યોજાશે આ કાર્યક્રમ 23 સુપ્ટેમ્બર સુધી ચાલશે.
 
આ પહેલા આનંદ પીરામલે ઈશા અંબાણીને મહારાષ્ટ્રના મહાબળેશ્વરમાં પ્રપોઝ કર્યુ હતુ. મે મહિનામાં એક ખાનગી સમારોહમાં બંને પરિવારોની હાજરીમાં ફંક્શન કરવામાં આવ્યુ હતુ. આ જ વર્ષે ઈશાના જૂડવાભાઈ આકાશ અંબાણીની શ્લોકા મહેતા સાથે ધામધુમથી સગાઈ કરવામાં આવી હતી. મુંબઈના અંબાણીના નિવાસે એન્ટીલીયામાં એક શાનદાર પાર્ટી યોજાઈ હતી જેમાં રાજનીતિ સાથે જોડાયેલી હસ્તીઓ, વેપાર જગતના માંધાતાઓ, બાલીવુડ ઉમટી પડ્યુ હતુ. કેટલાયે દિવસો સુધી આ ભવ્ય પાર્ટીની ચર્ચાઓ થઈ હતી
 
મુકેશ અને નીતાની લીડલી બેટી ઇશાની સગાઈ Lake Comoમાં થશે. આ જગ્યા હોલીવુડ સેલિબ્રીટીઝની ફેવરીટ જગ્યા છે. સગાઈની સાથે સાથે કેટલીયે ઈવેન્ટ યોજાશે. લંચ, ડિનર તેમજ ડાન્સ મસ્તી ધમાલ હશે.
 
21 સપ્ટેમ્બરે અંબાણી પરિવાર હોટલમાં મહેમાનોનું સ્વાગત કરશે. સાંજે 5 કલાકે Lake Comoમાં Villa Balbianoમાં મહેમાનો માટે ડિનરનું આયોજન કરવામાં આવ્યુ છે. 22 સપ્ટેમ્બરે
ઇટલીમાં સગાઈના બીજા દિવસે ભવ્ય કાર્યક્રમ યોજાશે. શનીવારે સાંજે તમામ મહેમાનોને Villa Olmoમાં ડિનર કરવામાં આવશે સાથે સાથે ડાન્સ કરવામાં આવશે. 23 સપ્ટેમ્બરે રવીવારે Duomo di Como અને Teatro Sociale Comowillમાં ભવ્ય લંચ યોજાશે.
 
આ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે પણ ખાસ ડ્રેસ કોડનું આયોજન રખાયુ છે. 21 સપ્ટેમ્બરે મહેમાનો પહેલા દિવસે લંચમાં કેજ્યુઅલ લુકને ફોલો કરવાનું રહેશે. 22 સપ્ટેમ્બરે શનિવારે ‘Italian Fiesta’માં મહેમાનોને Como Chic લુક ફોલો કરવાનું છે. સાંજે ગેસ્ટ કોકટેલ અન્ટાયરમાં આવશે. 23 સપ્ટેમ્બરે રવીવારે ફેરવેલ લંચમાં સ્માર્ટ કેજ્યૂલ ડ્રેસ પહેરવાનો રહેશે.
 

Tags :