દીઓદરમાં ગુનાહીત ઘટનાઓના ગ્રાફમાં ચોંકાવનારો વધારો ઃ ગુનેગારોને મોકળુ મેદાન

દીઓદર પંથકમાં હમણાં હમણાં ગુનાખોરીનું જાણે કે હબ બનવાની હોડમાં હોવાનું પ્રતિત થાય છે. આમ જીલ્લાના પશ્ચિમ વિસ્તારમાં દીઓદર નગર એક શાંત અને રમણીય સેન્ટર ગણાય છે. આજુબાજુના તાલુકામાં સર્વિસ કરતા કર્મચારીઓ પણ રહેઠાણની પ્રાથમિકતા દીઓદરને આપતા હોય છે.  જાકે છેલ્લા થોડાક માસથી દીઓદર પંથકમાં ચોરી, લુંટ, ચેઈન સ્ક્રેનીંગ,અપહરણ જેવા કિસ્સાઓ સામાન્યત બનવા પામી રહ્યા છે. કહેવાય છે કે દીઓદરમાં પોલીસતંત્રની જિલ્લાની બીજા નંબરની ડી.વાય.એસ.પી. કચેરી તથા પોલીસ સ્ટેશન પી.એસ. આઈ.ની જગ્યા હોવા છતાં આ વિસ્તારમાં અસમાજિક તત્વો રૂપિયા ફેંકો અને તમાશા દેખોના જારે કહેવાય છે કે  આ વિસ્તારને બાનમાં લેવાની કોશીશ કરી રહ્યા હોવાનું મહેસુસ થાય છે. 
દીઓદર પંથકમાં છેતરપીંડી, મારામારી જેવા અનેક કિસ્સાઓ પોલીસને કાગળના ટુકડા સમાન બની રહેવા પામેલ છે. દીઓદર પંથકમાં થેયલ ચોરીના અનેક ભેદો વણ ઉકેલ્યા છે. દીઓદર પંથકમાં થયેલ ચોરીઓમાં વ્હીકલ પકડાય છે પરંતુ ભેજાબાજ....લાંબી પહોંચધારી.. ચોર ટુકડી પકડાતી નથી. કોની મહેરબાની હશે ? એતો રામ જાણે. હમણાં-હમણાં દીઓદરમાં આવેલ પ્રાંત કચરી, મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં કામ અર્થે આવતા અરજદારો પૈકી ચાર જેટલા બાઈકોની ઉઠાંતરી થવા પામેલ છે. પોલીસ તંત્ર બાઈકની ચોરી જાણે સમાન્ય હોય તેમ અરજદારોની ફરીયાદ પણ લેતી નથી. અને માત્ર અરજી આપવાનું કહે છે. અને આવી કેટલીય અરજીઓ પોલીસના દફ્તરે ધૂળ ચાટી રહી છે. જાકે તેનું ફળ પોલીસતંત્રને મળ્યું હોય તો રામ જાણે.... સરકારી ઓફીસોમાંથી બાઈકોની ઉઠાંતરીની ટુકડીને કોના આશીર્વાદ થી સફળ રહેતી હશે. તે પ્રશ્ન ચર્ચાના ચગડોળે છે.  દીઓદરમાં ભર બજારમાં માળી યુવાનની ચેઈન લુંટ, જલારામ પાર્કના નાકે લોહાણા મહિલાની ચેઈન લુંટ, દેલવાડના રોડ ઉપર ચેઈનની લુંટ જેવા અનેક લુંટના કિસ્સાઓ દફતરને માત્ર ભારે બનાવી રહ્યા છે. જાકે પોલીસતંત્રનું વજન પણ પ્રતિદીન વધતું હોવાનું જણાય છે. દીઓદર પંથકમાં અપહરણના કિસ્સાઓ તો સામાન્ય બાબત બનવા પામી રહી છે. દીઓદર પંથકમાં ગુનેગારોનો ગ્રાફ ઉંચકાઈ રહ્યો છે. ત્યારે પોલીસતંત્ર ફરીયાદના બદલે અરજીઓ ઉપર વિશેષ ભાર મુકી રહી છે. ત્યારે જીલ્લા પોલીસવડા આ બાબતે યોગ્ય કદમ ઉઠાવે તેવી આજના સમયની માંગ છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.