02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / 'ગંગા 'ને બચાવવા માટે ૧૧૨ દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા પર્યાવરણવિદ્દ જી.ડી.અગ્રવાલનું નિધન

'ગંગા 'ને બચાવવા માટે ૧૧૨ દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા પર્યાવરણવિદ્દ જી.ડી.અગ્રવાલનું નિધન   12/10/2018

  'ગંગા 'ને બચાવવા માટે ૧૧૨ દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા પર્યાવરણવિદ્દ જી.ડી.અગ્રવાલનું નિધન
 
ગંગાને બચાવવા માટે ૧૧૨ દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા  પર્યાવરણવિદ્દ જીડી અગ્રવાલનું આજે નિધન થયું છે ગંગાને બચાવવા માટે ૨૨જૂનથી ઉપવાસ પર બેસેલા પર્યાવરણવિદ્દ જીડી અગ્રવાલ ૮૬ વર્ષના હતા ,પ્રોફેસર  રહી ચૂકેલા જીડી અગ્રવાલના ગંગાને બચાવવા માટે આ પાંચમા ઉપવાસ હતા 
 
  
     જીડી અગ્રવાલ કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પહેલા સદસ્ય સચિવ રહી ચુક્યા હતા અને ગંગાને બચાવવા ખુબ જ લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યાં હતા   ઉત્તરાખંડ સરકારે તેને ઉપવાસ ખતમ કરવા કહ્યું હતું  પરંતુ તેઓ ટીયર થયા નહોતા,પ્રો,જીડી અગ્રવાલ દ્વારા જળત્યાગના આગલા દિવસે બપોરે વહીવટીતંત્રે તેને જબરજસ્તીથી લઇ જઈને ઋષિકેશ સ્થિત એમ્સ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ,જીડી અગ્રવાલને સ્વામી જ્ઞાનસ્વરૂપ સાનંદના નામથી પણ જાણીતા હતા તેઓ સરકારની ઉપવાસ ખત્મ કરવાની કોશિશને નકારી ગંગાને  બચાવવા પોતાની લડાઈ લડી રહ્યાં હતા    આ પહેલા વર્ષ ૨૦૧૧માં માતૃસદનના એક સંત નિગમાનંદની ગંગા માટે ઉપવાસ કરવા દરમિયાન નિધન થયું હતું જેને  લઈને ખુબ જ વિવાદ થયો હતો,તેઓ ગંગા સંરક્ષણ માટે સરકાર દ્વારા બનાવાયેલ કાનૂનના સખ્ત વિરોધી હતા તેઓનું કહેવું હતું કે આ કાનૂન મંત્રીઓ અને નોકરશાહીના  હાથનું તામાકડું બની જશે અને ગંગા પોતાના વાસ્તવિક રૂપ ખોઈ દેશે
 

Tags :