ડીસા હાઇવે પર ત્રિપલ અકસ્માતમાં એકનું કરુણ મોત, છોટા હાથી મૂકી ચાલક ફરાર

બનાસકાંઠાના તાલુકા મથક ડીસાનો હાઇવે વધુ એક વખત ગોઝારો પુરવાર થયો છે ડીસાની અમી સોસાયટીમાં પરિવાર સાથે રહેતા અને સિદ્ધપુરના ઉંમરી ગામે ખેતી કરતા દિલીપભાઈ નાથાલાલ રાવળ શાકભાજી લઈને શહેરના ઇસ્કોન સામેના હાઇવેનો રસ્તો ઓળન્ગતા હતા દરમ્યાન સામેથી પુરઝડપે આવતા છોટા હાથીના ચાલકે તેમને અડફેટે લેતા તેઓ ગમ્ભીર હદે ઘવાયા હતા તે વખતે પિકાપ વાન પણ છોટા હાથી સાથે ટકરાઈ હતી જોકે અકસ્માત બાદ છોટા હાથી મૂકી ચાલક ફરાર થઇ ગયો હતો અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ ઘવાયેલને રિક્ષા મારફત દવાખાને ખસેડ્યો હતો પરન્તુ ગમ્ભીર હદે ઘવાતા તેણે દમ તોડી દીધો હતો બાદમાં દોડી આવેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઇસમના અકાળે મોતને લઈ પરિવારના કલ્પાંત થી હ્રદયદ્રાવક દ્રસ્યો સર્જાયા હતા.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.