RBI ગવર્નરની પ્રેસ કોન્ફોરન્સ / RBI એ રેપો રેટમાં ૦.૭૫%નો ઘટાડો કર્યો; ટર્મ લોનનો EMI ચુકાવવામાં ૩ મહિનાની છુટ પણ મળશે.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાત દાસે શુક્રવારે પ્રેસ કોન્ફોરન્સ કરી છે. તેમણે રેપો રેટમાં ૦.૭૫ ટકાના ઘટાડાની જાહેરાત કરી છે. રેપો રેટ હવે ૫.૧૫ ટકાથી ઘટાડીને ૪.૪ ટકા કરવામાં આવ્યો છે. તેના પગલે તમામ પ્રકારની લોન સસ્તી થશે. મોનિટરી પોલીસી કમિટીના ૬માંથી ૪ સભ્યોએ રેટ કટના પક્ષમાં વોટ કર્યો હતો. કોવિડ-૧૯ના કારણે વિશ્વમાં આર્થિક ગતિવિધિઓને અસર થઈ છે. કોવિડ-૧૯ની અસર કેટલી થશે, તે હાલ ન કહી શકાય. જોકે ક્રૂડની કિંમત ઘટવાથી થોડી રાહત મળશે.
શું બોલ્યા RBI ગવર્નર
તમામ નિયમો અને સરકારની સલાહનું પાલન કરો તો કોવિડ-૧૯ સામે મુકાબલો કરી શકશો.
દેશની ઈકોનોમિને કોરોનાની અસરથી બચાવવા સરકારે ઘણા પગલા ભર્યા.
આરબીઆઈની કોશિશ રહેશે કે સિસ્ટમમાં કેશની અછત ન સર્જાય.
બેન્ક અને નાણાંકીય સંસ્થાઓએ જરૂરિયાતમંદોને કેશ ઉપલબ્ધ કરાવવામાં પુરતુ ધ્યાન આપવું જોઈએ. 
કોરોનાને પગલે GDP અને મોંઘવારી દરના આઉટલુકને લઈને હાલ અનિશ્ચિતતા છે.
ઝ્રઇઇ પણ ઓછું થયું, બેન્કોમાં કેશ વધશે
 
કેશ રિઝર્વ રેશ્યો(CRR) ૧ ટકાથી ઘટીને ૩ ટકા કરવામાં આવ્યો. ઝ્રઇઇ ઘટવાથી  બેન્કોની પાસે વધુ કેશ રહેશે.
આરબીઆઈએ જે પગલા ભર્યા છે, તેનાથી સિસ્ટમમાં ૩.૭૪ લાખ કરોડ રૂપિયાની કેશ વધશે. તમામ બેન્કોની ટર્મ લોનના EMI માં ૩ મહીનાની છુટ મળશે. દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છેસરકારે ગુરુવારે ૧.૭૦ લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. તેમાં ગરીબ, ખેડૂત , મજૂર, મહિલા, વૃદ્ધા, વિધવા અને દિવ્યાંગોને રાહતની જાહેરાત કરવામાં આવી હતી. કોરોનાવાઈરસના કારણે દેશમાં ૨૧ દિવસ સુધી લોકડાઉન ચાલી રહ્યું છે. તેનાથી અર્થવ્યવસ્થા અને જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.