ડીસા પંથકમાં આજે પણ અકસ્માતની વણજાર ચાલુ રહી હતી. આખોલ હાઇવે પર સવારે પાઇપો ભરેલ ટ્રેલરની પાછળ ટ્રક ઘુસી જતાં અકસ્માત સર્જાયો સર્જાયો હતો. જોકે,સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ભીલડી આખોલ હાઈવે પર બે દિવસમાં અકસ્માતની આ બીજી ઘટના બની છે. આ બાબતેની જાણ થતાં નેશનલ હાઈવે એથોરીટી ની પેટ્રોલીગ વાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.