વાવની દેવપૂરા પ્રા.શાળામાં માત્ર એક શિક્ષક : ધો.૧ થી ૬ ના ૬૭ વિદ્યાર્થીઓનું ભાવિ ડામાડોળ

વાવ : વાવથી ર૦ કિ.મીના અંતરે વાવ બૈયક રોડ પર આવેલા દેવપુરા ગામે ધરાધરા પે કેન્દ્ર શાળાની દેવપુરા (તલશરી) પ્રા.શાળા આવેલી છે. અમારા વાવ ખાતેના પ્રતિનિધિ એ આ પ્રા.શાળાની જાત મુલાકાત લેતાં પ્રા.શાળાના પ્રાંગણમાં લીમડાના ઝાડ નીચે એકી સાથે ૬૭ વિદ્યાર્થીઓને શિક્ષક ભણાવી રહ્યા હતા. તેમની પૂછતાછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે મારુ નામ ચંદુભાઈ એન.પ્રજાપતિ છે.છેલ્લા ર વર્ષથી આ પ્રા.શાળામાં ફરજ બજાવું છું. આ પ્રા.શાળામાં કુલ ૬૭ વિદ્યાર્થી-વિદ્યાથીનીઓ  અને ધો.૧ થી ૬ સુધીના ધોરણ છે. જેમાં માત્ર બે વર્ગો છે.  જે બંને વર્ગોના ઓરડા ડેમેજ છે. જેમાં વિદ્યાર્થી  ભણી શકે તેવી હાલત નથી. સર્વ શિક્ષણ  અભિયાન યોજનરહેલા વાલીગણમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.  જાકે એક કહેવત અનુસાર “ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો” મોરીખા પ્રા.શાળાના વિદ્યાર્થીઓનું શિક્ષણ હથળાવીને બીજી અન્ય પ્રા.શાળામાં શિક્ષકનો હંગામી બદલીનો ઓર્ડર ચર્ચાના એરણે ચડયો છે. જાકે જે  પ્રા.શાળાઓમાં મહેકમથી વધુ શિક્ષકો છે. ત્યારે પ્રા.શાળામાંથી શિક્ષકનો ઓર્ડર કરાવ ે તે  વિદ્યાર્થીઓના હીતમાં છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.