02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / બીમાર ભાઈની સેવા કરી શકે તે માટે બહેન નથી જોડાતી લગ્નજીવનમાં, 43 વર્ષીય બહેન છે હજી કુંવારી

બીમાર ભાઈની સેવા કરી શકે તે માટે બહેન નથી જોડાતી લગ્નજીવનમાં, 43 વર્ષીય બહેન છે હજી કુંવારી   23/08/2018

26 ઓગસ્ટે ભાઇ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતુ પર્વ રક્ષાબંધન છે, ત્યારે વડોદરાની એક બહેન પોતાના માનસિક બીમાર ભાઇની સારસંભાળ લેવા માટે આજીવન કુંવારી રહી છે. બહેને માતા-પિતાના અવસાન બાદ પોતાના ભાઇને પોતાનું જીવન માની લીધું છે અને સતત તેની સેવા ચાકરીમાં વ્યસ્ત રહે છે.
 
વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારામાં પરેશનગરમાં રહેતી મનિષા હરિષભાઇ બારોટ નામની 43 વર્ષીય યુવતીએ પોતાના માનસિક બીમાર ભાઇ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. મનિષા બારોટનો નાનો ભાઇ જન્મથી માનસિક બીમાર છે. તેની સ્થિતિ એવી છે કે, તે બોલી શકતો નથી અને સતત તેનું ધ્યાન રાખવું પડે છે. મનિષાના પિતા સરકારી નોકરી કરતા હતા અને માતા પણ સ્કૂલમાં આચાર્યા હતાં. મનિષાના જન્મ બાદ પાંચથી છ વર્ષ બાદ તેનાં નાનાં ભાઇ-બહેનનો જન્મ થયો હતો. નાનાં બંને ભાઇબહેન જન્મથી માનસિક બીમાર હતાં અને ચાલી કે બોલી પણ શકતાં હતાં. જો કે માતા-પિતાએ કરેલા અથાગ પ્રયાસો બાદ નાની બહેન ચાલી શકતી અને બોલી શકતી થઇ હતી પરંતુ નાનો ભાઇ માત્ર ચાલતો થઇ શક્યો હતો પણ બોલી શકતો ન હતો.
 
 તેથી મનિષા પોતાના નાના ભાઇને દર વર્ષે હાથ પર રાખડી બાંધીને જીવનભર તેનું રક્ષણ કરવાનું જાણે કે પ્રણ લીધું છે. માતા-પિતાની ભૂમિકા ભજવવાની સાથે વ્હાલસોઇ બહેન બનીને મનિષા પોતાના ભાઇની દરેક ક્ષણે સાથે રહીને તેની જીવનભર સેવા કરવાનો નિર્ણય કર્યો છે. મનિષાના સ્વજનો અને મિત્રો પણ મનિષાને સાથ આપીને મનોબળ ઊચું લાવી રહ્યાં છે.

Tags :