રાધનપુર પાલિકા છોટા હાથીથી કચરો ઉઘરાવશે

 રાધનપુર પાલિકા છોટા હાથીથી કચરો ઉઘરાવશે 
 
 
રાધનપુર નગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા ડોર-ટુ-ડોર કચરો ઉઘરાવવા માટે ચાર છોટા હાથી ફાળવવામાં આવ્યા છે.શહેરમાં સ્વચ્છતાને વેગ મળે તે માટે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આ છોટા હાથી ફાળવવામાં આવ્યા છે. નગરપા લિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રશાંત સોનીના જણાવ્યા મુજબ સોમવારથી આ ચાર છોટા હાથીને  ડોર-ટુ-ડોર કચરો ઉઘરાવવા માટે લગાવવામાં આવશે, જેમાં એક વોરવાડ-ધનકવાડ વિસ્તારમાં, બીજું મસાલી રોડ ઉપર, ત્રીજું મંડાઈ ચોકથી હાઇવે ચાર રસ્તા સુધીની દુકાનો માટે અને ચોથું હાઇવે વિસ્તારની દુકાનોમાંથી કચરો ઉઘરાવવા માટે ગોઠવવામાં આવશે. આ ચાર છોટા હાથી ફાળવાતા સ્વચ્છતા અભિયાનને વેગ મળશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.