ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં શંખેશ્વરના આશાસ્પદ યુવકનું કરૂણ મોત

બનાસકાંઠાને અડીને આવેલા પાટણ જિલ્લાના સમી તાલુકાના મોટી ચંદુર ગામ નજીક ગતરોજ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં શંખેશ્વરના એક આશાસ્પદ યુવકનું કમકમાટીભર્યું મોત નિપજતાં અરેરાટી મચી ગઈ છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અન્ય એક યુવકને  સારવાર અર્થે ખસેડાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પાટણ જિલ્લાના સમી તાલુકાના મોટીચંદુર નજીક ગતરોજ પુરઝડપે પસાર થઈ રહેલ માતેલા સાંઢ જેવી ટ્રકના ચાલકે ગફલત ભર્યુ ડ્રાઈવીંગ કરી અલ્ટો કારને ટક્કર મારતાં સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં કારના ફુરચા ઉડી ગયા હતા. આ દુર્ઘટના વખતે કારના બેઠેલા કાર ચાલક ગૌતમગીરી ભરતગીરી ગૌસ્વામી (રહે.શંખેશ્વર)ને ગંભીર ઈજાઓ થતાં તેમનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે ભરતજી સોડાજી ઠાકોર નામક અન્ય એક ઈસમને ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં આજુબાજુના રહીશોએ તુરંત ઘટના સ્થળે દોડી જઈ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ પણ બનાવ સ્થળે દોડી ગઈ હતી. અને મૃતકના મૃત દેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઈજાગ્રસ્ત ભરતજી ઠાકોરને સારવાર અર્થે સમીની સરકારી હોÂસ્પટલમાં ખસેડ્યો હતો. આ ઘટનામાં શંખેશ્વરના આસાસ્પદ ગોસ્વામી યુવકનું અકાળે અવશાન થતાં ઉંડા આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે. ત્યારે પોલીસે પણ આ મામલે અકસ્માતમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.