ડીસાના રીલાયન્સ પેટ્રોલપંપ પાસે ટ્રક અને જીપ વચ્ચે અકસ્માત

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વાહનચાલકોના ગફલતભર્યા ડ્રાઇવિંગથી અકસ્માતોના બનાવો વધી ગયા છે. ત્યારે ડીસા હાઈવે સ્થિત રિલાયન્સ પેટ્રોલપંપ પાસે ટ્રક અને જીપ વચ્ચે ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. ડીસા રિલાયન્સ પેટ્રોલપંપ પાસેથી ટ્રક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પૂર ઝડપે આવી રહેલા જીપ ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જયો હતો. ઘટનાની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્તોને ૧૦૮ દ્વારા ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.