ગુજરાતના સૌ પ્રથમ વખત સુઈગામના બેણપ ગામના બન્ને હાથે વિકલાંગ રાજાભાઈ રબારી એથ્લીટ કોચ બનશે

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વાવ : સુઈગામ તાલુકાના બેણપ ગામના વતની રબારી રાજાભાઈ મોતીભાઈનો જન્મ તા.ર૪-૧ર-૯રના રોજ થયો હતો. ધોરણ-૧માં પાંચ વર્ષની નાની વયે અભ્યાસ કરી રહેલા રાજાભાઈ રબારી ઉત્તરાયણના દિવસે પતંગની  મજા માણવા  જતાં વીજળીની હેવી લાઈન સાથે બંને હાથ અથડાતા વીજ કરંટ લાગ્યો હતો. તેમને સારવાર અર્થે હોÂસ્પટલમાં ખસેડાયા બાદ તમામ પ્રકારની સારવાર લીધા બાદ ડોક્ટરે બંને હાથના  કાંડા કાપવા પડશે તેવો રિપોર્ટ આપતાં રાજાભાઈ રબારીના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું અને અંતે પાંચ વર્ષની નાની ઉંમરે રાજાભાઈ રબારીને હાથના બંને કાંડા ગુમાવા પડ્યા..પરંતુ પાંચ વર્ષની નાની ઉંમરે  રાજાભાઈ રબારીએ હિંમત હાર્યા વિના અભ્યાસ ચાલુ રાખ્યો અને પોતાની ૧૬ વર્ષની વયે ધોરણ-૧૧માં આવ્યા ત્યારે આર્થિક પરિÂસ્થતિ નબળી હોઈ મહેસાણા જિલ્લાના કલોલ તાલુકાનાં કાસવા ગામે આવેલા ગોગ મહારાજના ભૂઆજી જયરામબાપા અને ભૂઆજી રાજા ભગતે વિકલાંગ એવા રાજાભાઈ રબારીના ભણતરનો તમામ ખર્ચ ઉપાડી લીધો અને એમ.કોમ.સુધી શિક્ષણની પદવી સાથે રમત ગમતક્ષેત્રે એવી તાલીમો અપાવી કે હાલમાં રાજાભાઈરબારીએ પોતાની ર૮ વર્ષની ઉંંમરની કારકીર્દીમાં દોડ, રીલેદોડ, ફુટબોલ, વોલીબોલ, ડ્રાયવીંગ ક્ષેત્રે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, ટ્રોફી, પ્રમાણ પત્રો મેળવી રાષ્ટ્રીય  ક્ષેત્રે પોતાનું નામ રોશન કરી હાલમાં પંજાબના “પેરા એથ્લીટ કોચ” તરીકેની તાલીમ મેળવી રહ્યા છે. આ ઉપરાંત સ્ટેટ અને નેશનલ લેવલની રનીંગ કોમ્પીટીશનમાં ઘણા બધા સુવર્ણચંદ્રકો મેળવ્યા છે. ગુજરાત ખાતે લેવાયેલી અગ્રહરોળની પરીક્ષાની પ્રશ્નોત્તરીમાં ગુજરાતના પ્રથમ પેરા એથ્લીટસ કોચ તરીકે રાજાભાઈ રબારીના નામની મહોર લાગી છે. તેઓએ જણાવ્યું હતું કે થોડા વર્ષ પહેલાં હું માદરે વતન સુઈગામ તાલુકાના બેણપ મુકામે આવેલો અને ત્યાંથી મામાના ઘેર ભાખરી તા.વાવ ખાતે આવેલો અને ભાખરીથી વાવ માં રખેવાળ પ્રતિનિધિ વિષ્ણુ પરમાર સાથે  મુલાકાત થતા મે મારી કારકીર્દીના રમત ગમત ક્ષેત્રેના  તેમજ અન્ય સ્ટંટો બતાવતા રખેવાળ દૈનિકે મારા કૌશલ્યને યોગ્ય સ્થાન આપતાં સમગ્ર બ.કાં. અને ઉત્તર ગુજરાતમાંથી મને અભિનંદનો મળવા લાગ્યા હતા  અને હવે હું ટૂંક સમયમાં વિકલાંગ હોવા છતાં ગુજરાતનો સૌ પ્રથમ એથ્લીટ કોચ બનવા માંગુ છું જેની ટ્રેનીંગ હાલમાં હું પંજાબ ખાતે લઈ રહ્યો છું.
 બંને હાથે વિકલાંગ હોવા છતાં પોતાના ઉપર અડગ વિશ્વાસ રાખી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્ય બ.કાં.જિલ્લા અને સરહદી-સુઈગામ-વાવ પંથકનું તેમજ રબારી સમાજનું નામ ઉજ્જવળ કરનાર એવા  રાજાભાઈ રબારીને રખેવાળ દૈનિક પરિવાર શુભકામનાઓ પાઠવે છે અને તેઓ ગુજરાતના સૌ પ્રથમ વખત એથ્લીટ કોચ બને તે પૂર્વે અમારા રખેવાળ દૈનિક કાર્યાલય ડીસાના મહેમાન બને.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.