02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / માડકાના પટેલ દંપતિએ કેનાલમાં કુદી જીંદગી ટૂંકાવી

માડકાના પટેલ દંપતિએ કેનાલમાં કુદી જીંદગી ટૂંકાવી   17/06/2019

 થરાદ : થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેર પર વાવ હાઇવે પર આવેલા દુધશીતકેન્દ્રની પાસેથી કિનારા પર રવિવારના બપોરના સુમારે એક મોટરસાયકલ પાર્ક કરેલું મળી આવ્યું હતું.તેની પાસે સ્ત્રી-પુરષનાં ચંપલ પણ પડેલાં જોવા મળતાં તે નહેરમાં પડેલ હોવાની શક્યતા સાથે નગરપાલિકાના તરવૈયા સુલતાન મીરને બોલાવાતાં તેના દ્રારા નહેરમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
બીજી બાજુ  તે વાવ તાલુકાના માડકા ગામના વિરમાભાઇ અને કસુબેન પટેલ નામના દંપતી હોવાનું જાણવા મળ્યું હતું.આથી આ બનાવની જાણ થતાં બહોળી સંખ્યામાં બંનેના સ્નેહીજનો અને લોકોનાં ટોળાં ઉમટી પડ્‌યા હતા.નહેરમાં હોવાની આશંકાને પગલે શોધખોળ કરવા માટે નહેરમાં ઉતરેલા  નગરપાલિકાના તરવૈયાએ રવિવારની સાંજના છ વાગ્યાના સુમારે બંન્નેના મૃતદેહો ભારે જહેમત ભરી શોધખોળ બાદ નહેરમાંથી બહાર નીકાળી તેમનાં વાલીવારસોને સોંપવામાં આવ્યા હતા.જો કે નહેરમાંથી નિકાળીને યુવક વિરમાભાઇ રૂપાભાઇ પટેલ જીવીત હોવાની આશાએ તેને ગામના તબીબ ડા કરશનભાઇ પટેલની ધરતી હોસ્પીટલમાં લઇ જવાયો હતો. પરંતુ તેને બચાવી શકાયો ન હતો.

Tags :