દેશના પહેલાં CDS બન્યા બિપિન રાવત, સંભાળશે આ મોટી જવાબદારી

સેનાધ્યક્ષ બિપિન રાવત દેશના પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) હશે. કેન્દ્ર સરકારે રવિવારના રોજ જ CDS પોસ્ટ માટે ઉંમરની મર્યાદા વધારી હતી. આપને જણાવી દઇએ કે ૩૧મી ડિસેમ્બરના રોજ સેનાધ્યક્ષ પદ પરથી રિટાયર થઇ રહ્યા છે. રાવતની જગ્યા મનોજ મુકુંદ નરવણે નવા આર્મી ચીફ હશે. આપને જણાવી દઇએ કે સીડીએસનું પદ ‘ફોર સ્ટાર’ જનરલની સમકક્ષ હશે અને તમામ સેનાઓના પ્રમુખોમાં સૌથી ઉપર હશે.ઉલ્લેખનીય છે કે રક્ષામંત્રાલયે સેના નિયમો, ૧૯૫૪મા કાર્યકાળ અને સેવાના નિયમોમાં સંશોધન કર્યું છે. મંત્રાલયે ૨૮મી ડિસેમ્બરના રોજ પોતાની અધિસૂચનમાં કહ્યું કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કે ટ્રાઇ-સર્વિસીસ પ્રમુખ ૬૫ વર્ષની ઉંમર સુધી સેવા આપી શકશે. તેમાં કહ્યું કે બશર્તેની કેન્દ્ર સરકાર જો જરૂરી સમજી તો જનહિતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની સેવાનો વિસ્તાર આપી શકે છે.જનરલ બિપિન રાવત, સેના પ્રમુખ પદ પરથી ૩૧મી ડિસેમ્બરના રોજ રિટાયર્ડ થશે. હાલના નિયમ પ્રમાણે ત્રણ સેવાઓના પ્રમુખ ૬૨ વર્ષની ઉંર સુધી કે ત્રણ વર્ષ સુધી સેવા આપી શકે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.