ડીસામાં વધુ એક વિચિત્ર અકસ્માત...

બનાસકાંઠાના ડીસાના ગાયત્રી મંદિર પાસે આજે સવારે ઘાસ ભરેલી વધુ એક ટ્રક પલટી જતાં રોડ પરથી પસાર થઈ રહેલી એક રિક્ષા અને એક વાન ગાડી આ ટ્રક નીચે દબાઈ ગઈ હતી. જોકે આ વિચિત્ર અકસ્માત વખતે મારુતિ વાનમાં બેઠેલ છ વિધાર્થીઓ સહિત સાત  વ્યક્તિને  હેમખેમ બહાર કઢાયા હતા.ઘટનાના પગલે જેસીબી મશીન અને ક્રેન સાથે પોલીસ અને ફાયરબ્રિગેડની ટિમે ઘટના સ્થળે દોડી જઇ લોકોની મદદથી બચાવ કાર્ય હાથ ધર્યું હતું.આ ઘટનાને પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો.જોકે આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.