ડીસા ખાતે જીવદયા પ્રેમીઓ પર વધતાં જતાં હુમલાઓ સામે રક્ષણ આપવાની માંગ સાથે બેઠક યોજાઇ

ડીસા તાલુકાના ઝેરડા નજીક તાજેતરમાં જ જીવદયા પ્રેમીઓ પર થયેલા હુમલાની ઘટનાના વિરોધમાં આજે ડીસા ખાતે હિન્દૂ ધર્મશાળામાં ખાસ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાત વેરહાઉસીંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્‌યા, સાધ્વી નિર્મલાપુરી, જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારી સહિત અન્ય સમાજોના અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઘટનાને વખોડી કાઢી પીડિત જીવદયા પ્રેમીઓને પૂરો સહકાર આપવાની ખાતરી આપી હતી. આ બેઠક બાદ જીવદયા પ્રેમી ભરતભાઇ કોઠારીએ પત્રકારો સાથેની વાતચીતમાં હુમલાનો ભોગ બનેલા જીવદયાપ્રેમીઓ માટે લડત ચલાવી તેમને ન્યાય અપાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી રાજકીય અગ્રણીઓ તેમજ સરકાર પણ આવી ઘટનાઓ નિવારવા અને જીવદયા પ્રેમીઓને રક્ષણ આપવા યોગ્ય પગલાં લે તેવી માંગણી કરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.