કોરોના વાયરસને પગલે બનાસકાંઠા જિલ્લામાં ૧૪૪ કલમ લાગુ કરાઈ.

બનાસકાંઠા
બનાસકાંઠા

ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ મુકાયો.
 
મોલ, પાર્ટી પ્લોટ, સ્વિમિંગ પુલ, જિમ, ડાન્સ ક્લાસ, પાન-તમાકુની દુકાનો બંધ રાખવા આદેશ.
 
જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ કલમ-૧૪૪ અન્વયે જાહેરનામું પ્રસિધ્ધ કરી કેટલાંક પ્રતિબંધો મુક્યા. હાલમાં નોવેલ કોરોના વાયરસ COVID-૨૦૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ COVID- ૨૦૧૯ ના કુલ– ૨૦૦થી વધારે કેસો નોંધાયેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમાંતરે નોવેલ કોરોના વાયરસ COVID-૨૦૧૯ ની ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને નોવેલ કોરોના વાયરસ COVID-૨૦૧૯ ના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ નીચે મુજબની જણાવેલ વિગતે જિલ્લાની હદ વિસ્તારમાં કેટલાક પ્રતિબંધ ફરમાવવાનું જાહેરનામુ કરવામાં આવેલ છે. 
 
શ્રી સંદિપ સાગલે (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમની ક. ૩૭(૪) તથા ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ–૧૪૪થી મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લામાં નીચે મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવાઇ છે.
 
 (૧) સમગ્ર જિલ્લામાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનઅધિકૃત ગેરાયદેસર રીતે ચાર કે ચારથી વધુ વ્યકિતઓએ એકી સાથે સમગ્ર જિલ્લામાં કોઈપણ જગ્યાએ એકી સાથે સમગ્ર જિલ્લામાં કોઈપણ જગ્યાએ ભેગા થવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. સભા સરઘસ, રેલી, મેળાવડા વિ. માટે મંજુરી લેવાની રહેશે. (૨) જિલ્લામાં આવેલ જાહેર મોલ, મલ્ટીપ્લેક્ષ, સિનેમા અને નાટયગૃહો, મેળાઓ, એમ્યુઝમેન્ટ પાર્ક, પાર્ટીપ્લોટ કે જયાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર થતી હોય તથા ખાનગી બગીચો, પાન-તમાકુની દુકાનો બંધ રાખવાની રહેશે. જિલ્લામાં આવેલ જીમ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્વીમીંગ પુલ, ડાન્સ કલાસીસ, ગેમ ઝોન, કલબ હાઉસ કે જયાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા. (૪) જિલ્લામાં આવેલ તમામ શૈક્ષણિક સંસ્થાઓ, ટયુશન કલાસિસ વિગેરે સ્થળોએ તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવા જણાવવામાં આવે છે. (૫) જિલ્લામાં આવેલ તમામ હોટલો, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સ્થળો અને તમામ જાહેર ખાનગી સ્થળો કે જયાં મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય તેવા જાહેર સ્થળોના સંચાલકોએ કોરોના વાયરસ COVID-૨૦૧૯ને ફેલાતો અટકાવવા માટે સરકારશ્રી તરફથી જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ જરૂરી સેનીટાઈઝેશન અને હાઈજીનની વ્યવસ્થા કરી પુરતી તકેદારી રાખવાની રહેશે. (૬) કોઈપણ વ્યકિત સંસ્થા કોરોના વાયરસ અંગેની કોઈપણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોશિયલ મીડીયા મારફતે ફેલાવશે તો તે ગુન્હો ગણાશે અને તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. (૭) જો કોઈ મુસાફર જાહેર થયેલ કોરોના વાયરસ પોઝીટીવ વિસ્તાર દેશમાંથી છેલ્લા ૧૪ દિવસમાં મુસાફરી કરીને આવેલા હોય તો તેમને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે નં.૦૨૭૪૨-૨૫૩૦૧૫ અથવા કંટ્રોલરૂમ હેલ્પલાઈન નં. ૧૦૪ ઉપર ફરજીયાત જાણકારી આપવાની રહેશે. આ જાહેરનામુ તા.૨૧/૦૩/૨૦૨૦ થી તા.૩૧/૦૩/૨૦૨૦ સુધી અમલમાં રહેશે.  
 
આ આદેશનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતના ફોજદારી અધિનિયમ સને. ૧૮૬૦ની ક.૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ હેઠળ સજાને પાત્ર થશે. ગુજરાત પોલીસ એક્ટ કલમ– ૧૬૩ મુજબ પોલીસ અધિકારીઓ પણ આ હુકમની જાહેરાત કરવા અધિકૃત ગણાશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. ક. ૧૮૮ તથા ગુ. પો. અધિ. ક. ૧૩૫ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.