ગુજરાત દેશનું શિરમોર વિકસિત રાજ્ય બની અન્ય રાજ્યો માટે વિકાસનું પ્રેરણાસ્ત્રોત : સૌરભભાઇ પટેલ

 
 
 
મહેસાણા
   ૭૨ મા સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી વડનગર ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે ધ્વજ વંદન અને સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું હતું. 
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે  જણાવ્યું હતું કે  પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના માદરે વતનમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી થઇ રહી છે.સમગ્ર દેશ વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્બભાઇ મોદીના નેતૃત્વમાં દેશ સુખ, શાંતિ અને સલામતીનો અનુંભવ કરી રહ્યો. આજના રાષ્ટ્રીય પર્વે દેશની પ્રગતિ,શાંતિ,સલામતી અને સમૃધ્ધી માટે આપણે સૌએ સહિયારો પ્રયાસ કરવો જોઇએ.આજના પાવન પર્વે અખંડ ભારતની કલ્પના સાથે દેશનો તેજ ગતિએ વિકાસ થઇ રહ્યો છે.  આ પ્રસંગે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના વિકાસ માટે રૂપિયા રૂ.૨૫ લાખ ચેક કલેકટર એચ.કે. પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય. દક્ષિણીને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે રમતગમત, આરોગ્ય ક્ષેત્રે, ૧૦૮ એમ્બ્યુ લન્સમાં વિશિષ્ટ કામગીરી, વચ્છતા પુરસ્કાર, સુરક્ષા સેતુ પુસ્કાર, સેવ સ્નેક ગ્રુપને પુરસ્કાર અને પોલીસ અધિકારી કર્મચારી કર્મયોગીઓને પુરસ્કૃત કરાયા હતા કાર્યક્રમમાં ૫૦ મીટર ફ્રી સ્ટાઇલ અને બટરફ્‌લાય સ્વીમિગમાં બ્રોન્ઝ અને સીલ્વર મેડલ મેળવનાર ગોસાઇ શ્વેતા, ટેબલ ટેનિસ ડબલ અને સિંગલમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવનાર મનિષ પ્રજાપતિ, બોક્સીંગમાં ગોલ્ડ મેડલ મેળવનાર નેત્રા ભોરટકે, ટેકવોન્ડોમાં  ગોલ્ડ મેડલ મેળવનાર પ્રિન્સી સથવારા અને કલાક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અજય બારોટને સન્માનીત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં સાંસદ જય બેન પટેલ, અગ્રણી સોમભાઇ મોદી, ખોડાભાઇ પટેલ, નટુજી ઠાકોર, નિતીન ભાઇ પટેલ,જિલ્લા કલેકટર એચ. કે. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય. દક્ષિણી, જિલ્લા પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયા, નિવાસી અધિક કલેકટર હર્ષદ વોરા સહિત જિલ્લાના અધિકારીઓ, પદા ધિકારીઓ, અગ્રણી નાગરિકો, જનમેદની અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.