બનાસકાંઠામાં વરસાદી કહેરથી ખેડૂતો પાયમાલ

સમગ્ર જિલ્લામાં ખરીદ પાક લેવાનું ચાલુ હતું તેવા સમયે વરસાદના કારણે ભારે નુકસાની ખેડૂતોને ભોગવવી પડી રહી છે જેમાં ખાસ કરીને ડીસા સહિત જિલ્લાના અનેક તાલુકાઓમાં મગફળી ગવાર અડદ જેવા અનેક પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે.આ ઉપરાંત ડીસા તાલુકામાં બટાકા વાવવાની સિઝન પણ શરૂ થતા ખેડૂતોએ છેલ્લા બે-ત્રણ દિવસમાં બટાકાની પણ વાવણી કરી હતી.જેમાં વરસાદ પડતા બટાકાના પાળાઓ ભરાઈ જતાં રવી સીઝનના વાવેતરમાં પણ મોટું નુકસાન થઈ રહ્યું છે.આ ઉપરાંત ઘણા ખેડૂતોએ રાયડાના પાકનું વાવેતર કર્યું હતું. જે કમોસમી વરસાદને લીધે રાયડાનું વાવેતર સદંતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે મહા વાવાઝોડાએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મહા મુસીબતમાં મુકાયા છે ખરીફ પાકની સાથે સાથે રવી સીઝનમાં વાવેતર પણ વાવાઝોડા સાથે વરસાદ થતા ભારે નુકસાની કરવી પડી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સંકટ ભોગવી રહેલા ખેડૂતોની વહારે આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.