ધાનેરા તાલુકાના સોડાલ ગામની પ્રાથમિક શાળાના બાળકોનો જીવ જોખમમાં

ધાનેરા : ધાનેરા તાલુકાના સોડાલ ગામની પ્રાથમિક શાળાના બાળકો જીવ જોખમે અભ્યાસ કરવા જતાં હોવાની વિગતો બહાર આવી છે.આજે શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે એક શાળાના બાળકો હાલ ભય સાથે અભ્યાસ કરે છે. ધાનેરા તાલુકાના સોડાલ ગામની પ્રાથમિક શાળાના ૨૫૦ જેટલા બાળકોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે.શાળાની નજીક આવેલ ગામનું તળાવ ફૂટવાના આરે હોઇ જો શાળા સમયે કોઈ દુર્ઘટના બને તો બાળકો પાણીના વહેણમાં તણાય તેવી ભીતિ સેવાઇ રહી છે.ધાનેરા તાલુકાના છેવાડે આવેલ ભાટરામ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ  સોડાલ ગામની શાળાના બાળકો હાલ ભય સાથે ભણતર મેળવી રહ્યા છે. શાળાનું નવું મકાન ગામની બહાર બનાવાયુ છે. શાળા તરફ જતો મુખ્ય રસ્તો પાણીના વહેણમાંથી પસાર થાય છે. સોડાલ પ્રાથમિક શાળાને અડીને આવેલ તળાવ હાલ પાણીથી ભરેલું છે. અને આ તળાવની ઊંડાઈ પણ વધૂ છે. તળાવની પાળ પાસે બનાવેલ ચેક ડેમ ધોવાઈ ગયો છે. જેથી વરસાદ આવે અને વધુ પાણી તળાવમાં ભરાય તેમજ શાળા છૂટવાના સમયે કે પછી રીસેસ વખતે ચેકડેમ તૂટી જાય  તો આ માસૂમ ભૂલકાઓનો જીવ જોખમાય તેમ છે. ગામના લોકો પણ આ ખતરાને લઇ ચિંતિત જણાઈ રહ્યા છે.
સોડાલ પ્રાથમિક શાળામાં આઠ ધોરણ સુધીના વર્ગોમાં ૧૪ વર્ષ સુધીના બાળકો અભ્યાસ કરતા હોય માતા પિતા બાળકોને લેવા-મુકવા આવે છે.પણ તળાવનું પાણી આવી જાય અને ચેકડેમ તૂટે તેવી દહેશતથી હાલ વાળીઓના જીવ અધર થઈ ગયા છે.સોડાલ પ્રાથમિક શાળાની બાજુમાં  તેમજ શાળાની પાછળ એમ બન્ને તરફ મોટા તળાવ આવેલા છે. ગત રવિવારે સોડાલ ગામની શાળા પાછળ આવેલ તળાવ ફાટતાં સોડાલ ગામના લોકો તેમજ બાળકો ભયભીત જણાઈ રહ્યા છે. શાળાના મુખ્ય રસ્તા તરફ આવતા તળાવના વહેણ વચ્ચે મુકેલ ચેકડેમ તળિયાથી ધોવાઈ જતા ગમે તે સમયે તળાવનું પાણી શાળાના મુખ્ય રસ્તા તરફ આવી શકે છે.ત્યારે જિલ્લા કલેકટર આ બાબતે ગંભીરતા દાખવી બાળકોને સલામતી પુરી પાડે તેવી અરજ ગામલોકો ગુજારી  રહયા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.