6 મહિનામાં સપ્લાય થઇ 3 કરોડ રૂપિયાની 50-100ની નકલી નોટો, MPના રતલામના સપ્લાયરની સંડોવણી આવી બહાર

બાંસવાડામાં નકલી નોટો સપ્લાય થઇ રહી છે. દાવો છે કે 3 કરોડ રૂપિયાની નકલી નોટો સર્ક્યુલેટ કરવામાં આવી છે. ભાસ્કરને જ્યારે સૂચના મળી ત્યારે 20 દિવસ આ મામલા પર સતત નજર રાખવામાં આવી. જાણવા મળ્યું કે મધ્યપ્રદેશના રતલામના સપ્લાયર દ્વારા આ નોટ બજારમાં આવી રહી છે અને દરરોજ લાખોની નકલી નોટોનું કન્સાઇન્મેન્ટ બાંસવાડા પહોંચાડવામાં આવી રહ્યું છે. ખાસ ટેક્નીકથી બનાવવામાં આવેલી આ નોટ એકદમ અસલી નોટ જેવી દેખાય છે, જેનાથી કોઇપણ છેતરાઇ શકે છે. નકલી નોટોના કન્સાઇન્મેન્ટ્સ એટલા વધી ગયા છે કે પાન અને ચાની દુકાન, કરિયાણાના સ્ટોરથી લઇને મોટી હોટલ્સ અને સરકારી કોન્ટ્રાક્ટ્સમાં મજૂરોના પેમેન્ટ સુદ્ધાં નકલી નોટોમાં કરવામાં આવી રહ્યા છે.
 
 સપ્લાયર સાથે વાત થઈ તો તેણે કોઇ ડર વગર કહ્યું કે આગલા 4 દિવસ પછી તે 100 અને 50 રૂપિયાની 10 લાખ રૂપિયા સુધીની નકલી નોટો આપી શકે છે. 
- બાંસવાડાના ઘાટોલ વિસ્તારમાં જ્યારે એક કરિયાણાની દુકાનમાં 100 રૂપિયાની નકલી નોટ સામે આવી તો રિપોર્ટરે આ રેકેટ સુધી પહોંચવાનું નક્કી કર્યું. 
 20 દિવસ સુધી તપાસ કર્યા પછી ગેંગના 5 સપ્લાયર્સના નામ સામે આવ્યા. એક સપ્લાયરે ત્રણ વાર મીટિંગ નક્કી કરી પરંતુ છેલ્લી ઘડીએ તે મળવાનું ટાળી દેતો. છેવટે રોકડ આપીને 25 હજાર નકલી નોટ ખરીદવાની ડીલ કરી તો સપ્લાયર મળવા માટે તૈયાર થયો. 
- સોમવારે સપ્લાયર બાંસવાડા પહોંચ્યો. સેમ્પલ તરીકે તેણે 100ની 8 અને 50ની 2 નકલી નોટ આપી. સેમ્પલ પસંદ આવે તો રિપોર્ટરે પહેલા બજારમાં તેને વાપર્યા પછી જ નોટ ખરીદવાની વાત કહી. 
- ડીલ હેઠળ સપ્લાયરે રાતે 50 રૂપિયાની 59 નોટ અને 100 રૂપિયાની 13 નકલી નોટ આપી. આ રીતે સપ્લાયરે કુલ 5 હજારની નકલી નોટ રિપોર્ટર્સને એક જ દિવસમાં આપી દીધી. 
- સપ્લાયરે દાવો કર્યો કે તે 4 દિવસમાં 100 અને 50 રૂપિયાની 10 લાખ રૂપિયા સુધીની નકલી નોટો આપી શકે છે. એટલું જ નહીં, તેણે બ્રાઉન શુગર અને રિવોલ્વર અપાવવાની પણ વાત કરી. સપ્લાયરે કહ્યું કે આશરે 3 કરોડની નકલી નોટો સપ્લાય થઇ ચૂકી છે અને તેને બજારમાં પણ પહોંચાડી દીધી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.