હડાદ બસ સ્ટેન્ડ પાસેથી પીસ્તોલ સાથે બે ઈસમોની ધરપકડ

પાલનપુર : બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ તથા ઈન્ચાર્જ વિભાગીય પોલીસ અધિક્ષક વિ.કે. પંડ્યા ની સુચના તથા માર્ગદર્શક હેઠળ હડાદ પી.એસ.આઈ.  એમ.બી. જાડેજા તથા સ્ટાફના અ.હેડ. કોન્સ વિક્રમભાઈ કાનજીભાઈ, અ.પો.કોન્સ પુજાભાઈ નાથાભાઈ, અ.પો.કોન્સ ખેમાભાઈ ભાવાભાઈ, આ.પો. કોન્સ વિક્રમસિંહ દાદુભા સાથે હડાદ પો.સ્ટે. હાજર  હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે સ્વીફ્ટ ડીજાયર ગાડી (નંબર આર.જે.-૧૯-ટી.એ.-૯૧૯પ) માંથી પીસ્તોલ જેવા  હથીયાર સાથે નાઠેલ બે ઈસમો હડાદ બસ સ્ટેન્ડ ઉપર બસની રાહ જાઈને  બેઠેલ છે જે બાતમી હકીકત આધારે પંચો સાથે રેઈડ કરતાં આરોપી વિકાશ વિરેન્દ્રસીંગ જાતે. સાંગવાન(જાટ)(ઉ.રર ધંધો અભ્યાસ રહે. ધમકોરા તા.લોદરા જી.ભીવાની હરીયાણા) તથા રોહીતસીંગ સુરેન્દ્રસીંગ ઠાકુર(ઉ.વ.ર૦ ધંધો. અભ્યાસ રહે. ક્રિષ્નાનગર પી.એલ.એ.પેટ્રોલ પંપની સામે ઈસાર તા.જી.ઈસાર હરીયાણા) એ કબજામાં ગે.કા.ની વગર લાયસન્સની પીસ્તોલ નંગ-૦૧ (કિ.રૂ. ૧પ૦૦૦- તથા જીવતા રાઉન્ડ નંગ-૦ર(કી.રૂ.ર૦૦-)  તથા મોબાઈલ નંગ-૦૩ (કી.રૂ.ર૦૦૦-) તથા જીઓ કંપનીનું વાઈફાઈ રાઉટર (કી.રૂ.પ૦૦-) એમ કુલ કિ.રૂ.૧૭,૭૦૦ની મુદ્દામાલ  સાથે પકડાઈ ગયેલ તેઓ બન્ને વિરૂધ્ધ  આર્મ એક્ટ કલમ રપ (૧)  (એએ) મુજબની ફરીયાદ દાખલ કરી જે અંગે હડાદ પો.સ્ટે. સેકન્ડ  ગુ.ર.નં.-૬પ-ર૦૧૯નો ગુનો રજી.કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.