સરકાર વિકાસના અભિગમ સાથે આગળ વધી રહી છે ઃ પરબતભાઈ પટેલ

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના થરા મુકામે જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રી પરબતભાઇ પટેલના હસ્તે નવિન પંચાયત ઘર, પાણીના ટયુબવેલ અને સાંસ્કૃતિક કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાસંગીક પ્રવચન કરતાં મંત્રીએ જણાવ્યું  કે આ સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ અભિગમ સાથે સફળતાપૂર્વક આગળ વધી રહી છે. તેમણે કહયું કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના શાસનમાં તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ થયો છે. મંત્રીએ જણાવ્યું  કે સરકારના સક્રિય પ્રયાસો અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લીધે લોકોની આવક, સુવિધા અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. બનાસકાંઠા જીલ્લામાં પણ સંખ્યાબંધ ક્ષેત્રોમાં વિક્રમજનક પ્રગતિ થઇ છે એમ જણાવતાં મંત્રીએ કહ્યું કે ભૂતકાળમાં પછાત ગણાતો બનાસકાંઠા જીલ્લો હવે રાજયના વિકસીત જિલ્લાશઓ સાથે સ્પર્ધા કરી રહ્યો છે.
મંત્રી પરબતભાઇ પટેલે કહ્યું કે આ સરકારે ખેડૂતો અને ગ્રામજનોના હિત અને કલ્યાણની વિશેષ ચિંતા કરી વિરાટ પાયે કામગીરી કરી છે. તેમણે કહ્યું કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પાકોની ખરીદી સહીત વ્યાતપક સહાય આપવાનું કામ આ સરકાર કરે છે. તેમણે કહ્યું કે ગામડાઓમાં પણ સારા રસ્તા, પાણી, વીજળી, શિક્ષણ, આરોગ્ય  સહીત જરૂરી તમામ સુવિધાઓ સારા પ્રમાણમાં ઉપલબ્ધ બનાવાઇ છે. મંત્રીએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે બોલતાંજણાવ્યું  કે ઇમરજન્સી ૧૦૮ સેવા, શાળા આરોગ્યય તપાસણી, મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્યય યોજના જેવી યોજનાઓ ઘણા પરિવારો માટે આશીર્વાદરૂપ અને દેશનાં અન્ય રાજયો માટે પ્રેરણાદાયી બની છે. સરકારશ્રીની આવી ઉદાર યોજનાઓના લીધે પરિવાર પર આવેલ ગંભીર બિમારીનું સંકટ હેમખેમ દુર કરી શકાય છે તથા માણસને નવુ જીવન મળે છે. તેમણે કહ્યું કે શાળા આરોગ્ય તપાસણી અભિયાનમાં ડોકટરો શાળાઓમાં જઇને વિધાર્થીઓની તપાસણી કરે છે તથા જરૂરતમંદ બાળકને સરકારશ્રીના ખર્ચથી અધતન સારવાર આપવામાં આવે છે. 
મંત્રી પરબતભાઇ પટેલે કહ્યું કે લોકોના પ્રશ્નોનું એક જ દિવસે, એક જ સ્થેળે  નિરાકરણ આવે તે માટે યોજાતા સેવા સેતુ અભિયાનને જવલંત સફળતા મળી છે. આ અભિયાનથી લોકોને મોટી રાહત મળી છે તેમજ નાગરિકોને હવે કામો માટે કચેરીઓમાં વારંવાર જવુ પડતુ નથી. બનાસકાંઠા જીલ્લામિાં સંખ્યાબંધ ક્ષેત્રોમાં વિક્રમજનક પ્રગતિ થઇ છે એમ જણાવતાં મંત્રીશ્રીએ કહ્યું કે બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો અને પશુપાલકોએ વૈશ્વિક કક્ષાએ બનાસકાંઠાનું નામ રોશન કર્યુ છે. તેમણે કહ્યું કે બનાસકાંઠા જીલ્લામાં માતબર ખર્ચ કરીને પીવાના પાણીની સુવિધા ખુબ સારી રીતે ગોઠવવામાં આવી છે. 
દિકરા-દિકરીના જરાપણ ભેદભાવ સિવાય બાળકોનો સમાનતાથી ઉછેર કરી ઉચ્ચ શિક્ષણ સુધી કાળજીપૂર્વક ભણાવવા, પોતાના ઘર, મહોલ્લા  સહીત જાહેર જગ્યાએઓએ પણ સરસ સ્વચ્છતા રાખવા મંત્રીશ્રીએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે શિક્ષણ અને સ્વચ્છતા વડે આદર્શ, અને સમૃધ્ધખ સમાજનું નિર્માણ કરીએ. મંત્રીશ્રી પરબતભાઇ પટેલે કહ્યું કે પૂજ્ય મહાત્મા ગાંધીજી પણ સ્વચ્છતા આગ્રહી હતા. તેમના જીવનમાંથી પ્રેરણા મેળવી આપણા ગામ, શહેર અને રાજયને સ્વચ્છ રાખીએ. તેમણે કહ્યું કે આરોગ્યની જાળવણી માટે સ્વચ્છતાનું ખુબ મહત્વ છે. તેમણે કહ્યું કે અત્યારે સમગ્ર વિશ્વ પ્લાસ્ટીક મુક્ત થીમ પર કામ કરી રહ્યું છે ત્યારે આપણે પણ પ્લાસ્ટીક વાપરવાનું બંધ કરી આ કાર્યમાં સહભાગી બનીએ.  
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.