જાપાનઃ જેબી વાવાઝોડાંમાં 10નાં મોત, કંસાઇ એરપોર્ટ પર 3000 યાત્રીઓ ફસાયા

જાપાનમાં જેબી વાવાઝોડાંએ ભારે વિનાશ સર્જ્યો છે. આ જાપાનમાં છેલ્લાં 25 વર્ષોમાં આવેલું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે. મંગળવારે અત્યાર સુધી મૃતકોની સંખ્યા 10 થઇ છે. 12 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કંસાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટના રન-વે પર પાણી ભરાયા બાદ અહીં તમામ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. વળી, એરપોર્ટને જોડતો પૂલ તૂટવાના કારણે અહીં અંદાજિત 3000 યાત્રીઓ ફસાયા છે.
 
સૌથી પહેલાં વાવાઝોડું શુકોકુ અને ત્યારબાદ કોબે પછી હોન્શુ શહેર પહોંચ્યું. આ વાવાઝોડાંથી રોડ, ટ્રેન અને ત્રણેય ટ્રાફિક વ્યવસ્થા પ્રભાવિત થઇ છે. 
દેશમાં અંદાજિત 800થી વધુ ફ્લાઇટ્સને મંગળવારે રદ કરવી પડી. 20 પ્રાંતોમાં 16 હજાર લોકોએ મંગળવારની રાત રાહત શિબિરોમાં પસાર કરી છે.
 
કંસાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર પાણી ભરાવાના કારણે તમામ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. કંસાઇમાં ભારે પવનના કારણે મકાનોની છતો ઉડી ગઇ છે. પૂલો પર ઉભેલા ટ્રક પલટી ખાઇ ગયા છે. 
ઓસાકા ખાડીમાં કંસાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટને જોડતો પૂલ સાથે એક 2,591 ટન વજનના ટેન્કર ટકરાવાના કારણે પૂલને નુકસાન પહોંચ્યું છે. 
 આનાથી કંસાઇ એરપોર્ટ મુખ્ય દ્વિપથી સંપર્ક તૂટી ગયો છે.
 
અધિકારીઓએ જણાવ્યું કે, અહીં ફસાયેલા યાત્રીઓને નૌકા અને બસોની મદદથી નજીકના કોબે એરપોર્ટ લઇ જવામાં આવશે. અહીંથી દરરોજ 400 ફ્લાઇટ ટેક ઓફ થાય છે. 
કંસાઇ એરપોર્ટના રનવે પર પાણી ભરાઇ જવાના કારણે 800 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
 
હવામાન વિભાગે પશ્ચિમ અને પૂર્વોત્તર વિસ્તારમાં ભારે વરસાદ, વાવાઝોડું અને મડ સ્લાઇડ્સ (જમીન ધસી પડવાની) ચેતવણી જાહેર કરી છે. 
મંગળવારે જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે 216 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો હતો. પવનની આ ઝડપ આજે પણ યથાવત છે. મધ્ય જાપાનમાં 19 ઇંચ વરસાદ થયો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.