રીક્ષા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા:1 વિદ્યાર્થીનું મોત, 8 ઘાયલ

 
 
   
 
                    સુરતના પુણા વિસ્તારમાં એડમ પબ્લિક સ્કૂલ આવેલી છે. ઘટનાની જાણ થતાં પરિવારના સંબંધીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.    દરરોજની જેમ આજે પણ રીક્ષા ડ્રાઇવર બાળકોને લઇને સ્કૂલે જઇ રહ્યા હતા. ત્યારે પાંડસરાના પિયુષ પોઇન્ટ પાસે રીક્ષા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા પલટી મારતા આ ગોઝારી ઘટના બની હતી. 
         આ સમયે રીક્ષામાં સવાર 8 બાળકો હતા તેમાંથી એકનું મોત થયું છે જ્યારે બીજા બાળકોને કેટલીક નાની મોટી ઇજાઓ થઇ છે. જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની બાળકના પરિવારને જાણ જતાં શોકનું મોજું ફરી વળ્યું છે.
 
સુરતના પાંડેસરા વિસ્તારમાં સ્કૂલ રીક્ષા પલટી જતાં એક બાળકનું મોત થયું છે.    આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.