ઓટીપી ઝંઝટથી ટૂંકસમયમાં મુક્તિ મળે તેવા સાફ સંકેતો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી : એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા સમય ઓટીપી હંમેશા દરેક વ્યÂક્તને હેરાન કરે છે. ઓટીપીના કારણે પરેશાન રહેતા લોકો માટે સારા સમાચાર છે કારણ કે હવે ઓટીપીને દુર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. દરરોજની લેવડ દેવડને સરળ કરવામાં આવશે. વિઝાના ઓટીપીની સમસ્યાને ખતમ કરવામાં આવશે. ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડની ઝંઝટમાંથી મુÂક્ત મળી શકે છે. ગ્લોબલ નેટવર્ક પ્રોવાઈડર વિઝા ટુ ફેકટર ઓથેન્ટીફિકેશન (ટુએફએ) દુર કરવાની તૈયારી ચાલી રહી છે. આના કારણે દરરોજના લેવડ દેવડ માટે ઓટીપીની જરૂર પડશે નહીં. વિઝા ઓટીપીની જગ્યાએ રીસ્ક ઉપર આધારિત પ્રોમ્પ્ટ પ્રોસેસ લાગુ કરવાની વિચારણા ચાલી રહી છે. એટલે કે જ્યાં કોઈ પ્રકારની શંકા દેખાશે ત્યાં ઓટીપી પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવશે. 
આ પ્રોસેસ માટે વિઝા ડોમેસ્ટીક રેગ્યુલેટર્સ અને બેન્કીંગ પાર્ટનર્સની સાથે ચર્ચા કરવામાં આવશે. ચર્ચા બાદ નક્કી કરવામાં આવશે કે ટુએફએ નિયમોમાં કોઈપણ પ્રકારન છુટછાટ આપવામાં આવ શકે છે કે કેમ. કંપની ઈચ્છે છે કે ઈન્ટરનેશનલ નિયમોને ધ્યાનમાં લઈને ટ્રાન્ઝેકશન સાથે જાડાયેલા ફેરફાર કરવામાં આવે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.