#MeTooની ઈફેક્ટ: વિદેશ રાજ્ય મંત્રી એમ.જે. અકબરે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું.

એવું માનવામા આવી રહ્યું છે કે, પીએમ મોદીએ આ મામલે દખલ કર્યા બાદ અકબરે રાજીનામુ આપ્યું છે. પીએમ મોદીએ પાર્ટીની છબી ખરાબ હોવાના ડરથી અકબરે રાજીનામુ સ્વીકારી લીધું છે. અકબરના રાજીનામાને પીએમે રાષ્ટ્રપતિ માટે મંજૂરી માટે મોકલી આપ્યું છે.
 
રાષ્ટ્રીય મહિલા આયોગની ચીફ રેખા શર્માએ એમજે અકબરના રાજીનામા પર કહ્યું કે, તપાસમાં નિશ્ચિત રૂપે સમય લાગશે પરંતુ અંતે તેમને રાજીનામુ આપ્યું તે મહત્વપૂર્ણ છે.
 
દિલ્હીના પટિયાલા કોર્ટમાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમર વિશાલ ગુરૂવાર 18 ઓક્ટોબરે એમજે અકબરના ડિફમેશન કેસની સુનાવણી કરશે.
 
અકબરે મહિલા પત્રકાર પ્રિયા રમાની વિરૂદ્ધ કેસ કર્યો હતો. રમાનીએ જ સૌથી પહેલા અકબર વિરૂદ્ધ જાતિય સતામણીનો (#MeToo)નો આરોપ લગાવ્યો હતો.
 
કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી એમ.જે. અકબરે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું. એમ.જે. અકબરે જ્યારે વિદેશ પ્રવાસ પર હતા, ત્યારે એક પછી એક કેટલીક મહિલાઓએ તેમના વિરૂદ્ધ જાતિય સતામણીના આરોપ લગાવ્યા હતા.
 
નાઈઝીરિયાના પ્રવાસથી રવિવારે એમ.જે. અકબર પરત ફર્યા હતા. પ્રવાસથી પરત ફર્યા બાદ એવી આશા હતી કે, તેઓ રાજીનામુ આપી દેશે. રવિવારે તેઓ સુષ્મા સ્વરાજને મળ્યા હતા પરંતુ રાજીનામુ આપ્યું નહતું. રવિવારે તેમને મહિલા પત્રકાર રમાની વિરૂદ્ધ ક્રિમિનલ ડિફેમેશન કેસ કરવાની વાત કરી હતી.
 
સોમવારે તેમને પ્રિયા પર માનહાનિનો કેસ કર્યો. જોકે મંગળવારે વધુ 17 મહિલાઓએ તેમના પર જાતિય સતામણીના આરોપ મૂકીને અરજી દાખલ કરતા તેમની મુશ્કેલી વધી ગઈ હતી. આ બધી ઘટનાઓ વચ્ચે એમજે અકબરને પોતાનું પદ છોડવું પડ્યું છે.
 
ઉલ્લેખનિય છે કે, મંગળવારે વરિષ્ઠ પત્રકાર અને વિદેશ રાજ્ય મંત્રી એમ.જે. અકબર વિરૂદ્ધ 17 મહિલાઓએ લેખિત અરજી દાખલ કરી હતી. આ બધી મહિલા પત્રકાર ક્યારેક ને ક્યારેક એમ.જે. અકબર સાથે એશિયન એજમાં કામ કરી ચૂક્યા છે.
 
આ 17 મહિલા પત્રકારોમાં ત્રણ વર્તમાન એડિટર પણ સામેલ છે. આમા મીનલ વઘેલ છે, જે હાલમાં મુંબઈ મિરરની એડિટર છે. બીજા એડિટર એટી જયંતિ છે જે હાલમાં ડેક્કન ક્રોનિકલના એડિટર છે. આ આંદોલનથી જોડાનાર ત્રીજા એડિટર સુપર્ણા શર્મા છે. સુપર્ણા હાલમાં એશિયન એજ દિલ્હીના રેજિડેન્ટ એડિટર છે.
 
આવું પ્રથમ વખત થયું છે કે, જ્યારે ત્રણ વર્તમાન એડિટર #MeToo અભિયાનમાં સામેલ થયા હોય. આ ત્રણેય એડિટર સાથે કુલ 17 મહિલાઓએ અકબર વિરૂદ્ધ અરજી દાખલ કરી છે.
 
મિનિસ્ટર એમજે અકબરે અમારા પૂર્વ સહયોગી પ્રિય રમાની વિરૂદ્ધ ક્રિમિનલ ડિફમેશનનો કેસ કર્યો છે કેમ કે, તેમને એશિયન એજમાં રહેતા અકબરના ખરાબ વર્તન વિશે જણાવ્યું છે. અકબર ત્યારે એશિયન એજના એડિટર હતા.
 
અકબરના ખરાબ વ્યવહાર વિરૂદ્ધ અન્ય મહિલાઓ ખુલીને બોલી છે. તે છતાં રમાની પર કેસ કરવામા આવ્યો છે.
 
અકબરના લીગલ એક્શનથી તે સ્પષ્ટ છે કે, તેઓ જુની વાતોને નજરઅંદાજ કરી રહ્યાં છે જેના કારણે પાછલા કેટલાક વર્ષોથી મહિલાઓને ઘણી પીડા થઈ છે. તે વચ્ચે તેઓ સાંસદ અને મંત્રીના રૂપમાં પોતાની તાકાતની મજા લઈ રહ્યાં હતા.
 
જ્યારે પ્રિયા રમાનીએ સાર્વજનિક રૂપે તેમના વિરૂદ્ધ નિવેદન આપ્યું તો તેમને ના માત્ર પોતાના વ્યક્તિગત અનુભવ બતાવ્યા તેમને મહિલાઓ પ્રતિ અકબરના વર્તનનો પણ ખુલાસો કર્યો હતો. રમાની આ જંગમાં એકલા નથી. અમે ઓનરેબલ કોર્ટને પ્રાર્થના કરીશુ કે માનહાનિના કેસની સુનાવણી કરતી વખતે અરજીકર્તાઓની જાતીય સતામણીની આપવીતિ સાંભળે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.