ડીસામાં ઉજળિયાત કોમની યુવતી સાથે 'પ્રેમ' મામલે યુવકનું અપહરણ ? પોલીસે ભીનું સંકેલ્યું...?

બનાસકાંઠામાં પ્રેમ પ્રકરણોમાં પણ અમાનુષી અત્યાચારો ગુજારી કાયદો હાથમાં લેવાની ઘટનાઓ પોલીસ માટે પડકાર રૂપ બની રહી છે અને આવા તત્વોને પાઠ ભણાવવા પોલીસ પણ કડકાઇના દાવા કરી રહી છે.જોકે તાજેતરમાં જ ડીસામાં ઉજળિયાત કોમની એક યુવતી સાથે પ્રેમ સંબંધ મામલે ઉશ્કેરાયેલા ટોળાએ ડીસાના રિજમેન્ટ રોડ પરથી યુવકનું અપહરણ કરતાં ચકચાર મચી ગઇ હતી.આ મામલે ભારે ઉહાપોહ પણ સર્જાયો હતો.કાયદો હાથમાં લેવાની આ કથિત ઘટના પોલીસ માટે પડકારરૂપ હોવા છતાં ડીસા પોલીસે આ મામલે ગોદડી ગોટે વાળી ભીનું સંકેલી લીધું હોવાની વાતો વહેતી થઈ છે અને આવડી મોટી ઘટના પર ઇરાદાપૂર્વક પડદો પાડવાની પોલીસની નીતિરીતિ પણ ચર્ચાસ્પદ બની છે ત્યારે આ મામલો તુલ પકડે તે પૂર્વે જિલ્લા પોલીસ અધિક્ષક ડીસા પોલીસના કાન આમળી સાચી વિગતો બહાર લાવે તે ઇચ્છનીય છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.