જુનાડીસામાં જાહેરમાં રમાતો વરલી-મટકાનો જુગાર

જુનાડીસામાં જાહેરમાં રમાતો વરલી-મટકાનો જુગાર 
 
 
 
જુનાડીસા
ડીસા તાલુકાના જુનાડીસા ગામે છેલ્લા ઘણાં સમયથી જુગારના અડ્ડા ધમધમવા સાથે જાહેરમાં વરલી-મટકાનો જુગાર પણ રમાઈ રહ્યો છે. જેમાં યુવાધન અને મજૂર વર્ગ આર્થિક રીતે પાયમાલ થાય છે.
ડીસા તાલુકાનું સૌથી મોટું અને શિક્ષિત જુનાડીસા ગામ કોમી એકતાનું પ્રતિક છે. અહીં દરેક સમાજના લોકો ભાઈચારાથી રહે છે પરંતુ છેલ્લા ઘણાં સમયથી ગામમાં પોલીસની રહેમ નજર હેઠળ અસામાજીક પ્રવૃત્તિઓ ફુલીફાલી  છે.દારૂ અને જુગારના અડ્ડા ગામના ખૂણે ખાંચરે ધમધમે છે તો જાહેરમાં ખુલ્લેઆમ વરલી-મટકાનો જુગાર પણ રમાય છે. ગામ સહીત આજુબાજુના ગામોના લોકો પણ આ જુગાર પણ રમવા આવે છે. પરંતુ તેના રવાડે ચડી યુવાનો સહીત ગરીબ, મધ્યમ અને મંજુર વર્ગના લોકો આર્થિક રીતે બરબાદ થઈ રહ્યાં છે. જેની સીધી અસર તેમના પરિવાર ઉપર પડે છે. જેની આડમાં મારામારી, અપશબ્દો અને જાહુકમી જેવા નાના-મોટા ગુના પણ બનવા
આભાર - નિહારીકા રવિયા  લાગ્યા છે. જેથી કાયદો અને વ્યવસ્થાની Âસ્થતિ કથળી ચૂકી છે. જેના કારણે ભદ્ર સમાજના લોકોની હાડમારીઓ વધી પડી છે. જેને ગંભીરતાથી લઈ નવા વરાયેલા બાહોશ જિલ્લા પોલીસ વડા આ બાબતે સત્વરે ઘટતી કાર્યવાહી કરે તેવો જનમત પ્રવર્તે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.