નાંણી એરફોર્સની જગ્યામાં ઘાસચારાના અભાવે અસંખ્ય ગાયોની કફોડી હાલત

ગેળા  ગાય, ગંગા ,ગીતા અને ગાયત્રી એ ભારતીય સંસ્કૃતિના ચાર મુખ્ય સ્તંભ કહેવામાં આવે જેમાં સૌથી વધારે ગાય નું મહત્વ આપવામાં આવ્યું છે ગાયમાં ૩૩ કરોડ દેવી- દેવતાઓનો વાસ રહેલો છે ભગવાન શ્રીકૃષ્ણ થી લઈને તમામ દેવતાઓને ગાય વધુ પ્રિય છે ગૌમાતાના ચરણોમાં ચારો ધામ છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ગાયનું ખૂબ મહત્વ રહેલ છે ભારતીય સંસ્કૃતિમાં ગાય ને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે આવી પવિત્ર ગૌમાતા કે જેના દર્શન થી પાપનો નાશ થાય જેનું દૂધ પીવાથી રોગનો નાશ થાય જેનું છાણ ખેતરમાં નાખવાથી ઉત્પાદનમાં વધારો થાય એવી ગૌમાતા રસ્તે રખડતી હોય પ્લાસ્ટિક ખાતી હોય અને ભૂખે તડપતી હોય તો એનાથી વધારે આપણા દેશની કમનસીબી બીજી શુ હોઈ શકે અત્યારે વિવિધ દાતાઓ(ભામાશાઓ) ના સાથ સહકારથ્
ગામડે ગામડે ગૌશાળા બનાવવામાં આવી છે જેમાં ગૌમાતા નું લાલનપોષણ થાય છે આજેપણ રળાઉ(રખડતી) ગૌમાતા દર દર ભટકે છે ભૂખ તરસ થી પીડાય છે અને મોતના મુખમાં ધકેલાય છે લાખણી તાલુકાના નાંણી એરફોર્સ ની જગ્યા જે ૨૦ કિલોમીટરના ઘેરાવા માં આવેલ છે અને સરકાર હસ્તક છે સુરક્ષાના કારણે આ જગ્યાએ આજલોકો માટે અવરજવર કરવામાં આવતી નથી બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે ત્યારે આ ઝાડીમાં મોટી સંખ્યામાં ગાયો વસવાટ કરે છે પૂરતા પ્રમાણમાં વરસાદ થાય એટલે તો અહીં પુષ્કળ ઘાસ ઉગી નીકળે છે અને અને ગાયો નો નિભાવ થાય છે પણ ગયા વર્ષે ચોમાસુ નિષ્ફળ રહ્યું હતું જેના કારણે ઘાસ થયું નહિ અને જેના પરિણામે ઉનાળાની ઋતુના પ્રારંભમાં જ ઘાસ ની તકલીફ પડી રહી છે અને ભૂખ થી ગૌમાતા ટળવળી રહી છે રોજની ૫ થી ૭ ગાયો ના મોત થઈ રહ્યા છે ભૂખ થી નિઃસહાય થેયેલ ગાયોને કુતરાઓ ફાડી નાખે છે ગૌમાતાની આવી દયનીય સ્થિતિ ની ખબર સ્થાનિક લોકો અને સેવાભાવી ને જાણ થતા તેમણે યથાશક્તિ ફંડ ફાળો લઈને છેલ્લા કેટલાક સમયથી લીલા અને સૂકા ઘાસની વ્યવસ્થા કરવામાં આવી રહી છે પણ ગાયો ની સંખ્યા વધારે હોવાથી અને હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે આ ગાયો ને બચાવવા માટે મોટા પ્રમાણમાં ઘાસચારાની જરૂરિયાત દેખાઈ રહી છે ત્યારે ભારતીય સંસ્કૃતિની ગૌમાતા ભગવાને જેને જે પણ આપ્યું હોય તે યથાશક્તિ મદદ કરે તેવી પુકાર ગૌમાતા કરી રહી છે તમારી મદદથી ગૌમાતા મોત ના મુખમાં જતી અટકશે રૂબરૂમાં આવીને ઘાસની વ્યવસ્થા કરો તો પણ સારું છે અને જો રૂબરૂમાં ના આવી શકાય તો સેવાભાવી કાર્યકરો અને સંસ્થા માધ્યમ થી પણ ધર્મપ્રેમી લોકો મદદ કરે તેવો પુકાર છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.