મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયોઃ રાજસ્થાનના આરોપીને ઝડપી પાડતી સાબરકાંઠા એલ.સી.બી. પોલીસ

 મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયોઃ  રાજસ્થાનના આરોપીને ઝડપી પાડતી સાબરકાંઠા એલ.સી.બી. પોલીસ
 
 
હિમતનઞર
સાબરકાંઠા જીલ્લામાં દિન-પ્રતિદિન વધી રહેલ મોબાઇલ ફોન ચોરીના બનાવો બનતા અટકાવવા તથા શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય મંડલીક સાહેબ નાઓએ એલ.સી.બી ટીમને આવા ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે વી.યુ.ગડરીયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી તથા એસ.એ.ગોહિલ પો.સ.ઇ એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના પો.કો. વિજયસિંહ દિપસિંહ  તથા પો.કો. કમલેશસિંહ રજુસિંહ તથા પો.કો. મહેન્દ્રકુમાર શંકરલાલ તથા પો.કો. નિરીલકુમાર મોજીસભાઇ નાઓએ ટેકનીકલ સર્વેલન્સથી તથા ખાનગી બાતમી હકીકત આધારે, હિંમતનગર એ-ડીવીજન ફ.ગુ.ર.નં- ૧૫૮/૨૦૧૮
 ઇપીકો કલમ ૩૭૯ મુજબના ગુન્હાના કામે ઝીણવટ ભરી તપાસ આદરી સદર ગુન્હાના કામે ચોરીએ ગયેલ કાળા કલરનો મોટોરોલા કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૭૦૦૦/- સાથે અરજીભાઇ વિરમભાઇ રોત, મુળ રહે.૭-માડવા, તા.ડુંગરપુર જી.ડુંગરપુર રાજસ્થાન નામે ઝડપી પાડી સદર મોબાઇલ તેણે વાડીલાલ રામાભાઇ નિનામા રહે.ભાગોળ, ફલોજ તા.જી. ડુંગરપુર વાળા પાસેથી મેળવેલાની હકીકત ઓકાવી સદર મોબાઇલ સી.આર. પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી સદર અરજીભાઇ વિરમભાઇ રોત નાને સી.આર. પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ ક.૧૮/૩૦ વાગે અટક કરી આગળની હિંમતનગર એ-ડીવીજન પો.સ્ટે. ફ.ગુ.ર.નં- ૧૫૮/ ૨૦૧૮ ઇપીકો કલમ ૩૭૯ મુજબના ગુન્હાની તપાસ અર્થે હિંમતનગર એ-ડીવીજન પો.સ્ટે.  સોપેલ છે.  
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.