થરાદમાં શોર્ટસર્કીટથી આગ લાગતા અફરાતફરી

રવિવારની રાત્રિના નવેક વાગ્યાના સુમારે થરાદ શહેરના ગૌરવપથ આવેલા વરખડીની આગળ રહેલા વીજટ્રાન્સફરમાંથી અચાનક શોર્ટસર્કિટ થવાના કારણે તણખા પડયા હતા.જે જૈનોના તીર્થધામ વરખડીની પાસે રહેલા સુકાડાળાંમાં પડતા પલવારમાં પવનના પ્રકોપની સાથે વિકરાળ આગ પ્રસરવા પામી હતી.જેની ઝપટમાં આજુબાજુમાં રહેલી ત્રણ થી ચાર દુકાનો પણ આવી જવા પામી હતી.જોકે તાબડતોબ દોડી આવેલા નગરપાલિકાના સદસ્ય રમેશભાઈ રાજપુતે પાલિકાના ફાયર-ફાઇટરને જાણ કરતા દોડી આવેલા ફાયરે આગને કાબુમાં લીધી હતી.અને વધુ નુકશાન થતું અટકાવ્યું હતું. પરંતુ ચોક્કસ નુકસાન કેટલું થયું તે જાણી શકાયું ન હતું. આ બનાવથી નગરમાં અફરાતફરી સાથે ઉત્તેજનાનો માહોલ ફેલાવા પામ્યો હતો.નગરના અનેક વિસ્તારોમાં વિજળી ડુલ થઇ જવા પામી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે વીજકંપનીની બેદરકારીના કારણે નગરમાં આગ અને વીજળી ડૂલ થવાના બનાવો વધી રહ્યા છે.આથી લોકોમાં ભારે રોષ સાથે કચવાટની લાગણી પ્રસરવા પામી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.