વાવ તાલુકાની રાછેણાની તુટેલી કેનાલનું કામ ‘કોન્ટ્રાક્ટર’ની ગેરહાજરીમાં થતાં ખેડૂતોમાં રોષ

સરહદી વાવ તાલુકાની રાછેણા કેનાલ જે છેલ્લા ત્રણ માસથી તુટેલી હાલતમાં હતી. જે સંદર્ભે રાછેણા ગામના યુવા સરપંચ કિરણસિંહ રાજપુતે અને રાછેણા ગ્રામ જનોએ નર્મદા નિગમમાં રજુઆતો કરતાં રાછેણાની તુટેલી કેનાલ રીપેરીંગ કરવાની કામગીરી ગતરોજ તા.૧૪/૭/ર૦૧૯ ની હાથ ધરાઈ હતી. પરંતુ કોન્ટ્રાક્ટર કે સુપરવાઈઝરની ગેરહાજરી હતી. માત્ર મજુરો દ્વારા કામગીરી શરૂ કરાઈ હતી. જે સંદર્ભે રાછેણા ગામના સરપંચ કિરણસિંહ રાજપુતે મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ માસથી તુટેલી કેનાલની કામગીરી હવે શરૂ કરાઈ છે. અને જેમાં કોન્ટ્રાક્ટર કે સુપરવાઈઝરની સતત ગેરહાજરીમાં ભારે ગેરરીતીઓ આચરાઈ રહી છે. કામ ઉપર અમારે જાતે અમારો ધંધો અને સમય બગાડી હાજર રહેવું પડે છે. તો રાછેણા કેનાલ ઉપર ચાલતી કેનાલની રીપેરીંગની કામગીરીમાં કોન્ટ્રાક્ટર અને સુપરવાઈઝર સતત હાજરી આપી કામને યોગ્ય અને સંતોષકારક કરાવે તે જરૂરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.