પેપર લીક પ્રકરણ : વડગામ તાલુકામાં એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચે વધુ ચાર થી પાંચ યુવકો ને ઉઠાવ્યા ની ચર્ચા

રાજ્ય માં લોકરક્ષક પરીક્ષા ના પેપર લીક ના મામલે પેપરલીક ના મુખ્ય ષડ્યંત્રકાર પૈકીના બનાસકાંઠા ના વડગામ તાલુકાના ભાજપ ના નેતા ની ધરપકડ બાદ ત્રણ દિવસ માં વધુ ચાર યુવકો ની ગાંધીનગર પોલીસે ધરપકડ કરી હતી જોકે આરોપી મુકેશ ચૌધરી પાસે થી રિમાન્ડ દરમિયાન મળેલ માહિતી ને લઈ બુધવારે વધુ ચાર થી પાંચ યુવકો ની એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી હોવાની ચર્ચા ને લઈ વડગામ તાલુકામાં માં પેપરકાંડ માં સંડોવાયેલા યુવકો માં ભય નું વાતાવરણ સર્જાયું છે
 
‎પેપરલીક પ્રકરણ ને લઈ વડગામ તાલુકા ના ભાજપ નેતા નું નામ ખુલ્યા બાદ વડગામ તાલુકો ગુજરાત ભર માં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે રિમાન્ડ દરમિયાન મુકેશ ચૌધરી દ્રારા વડગામ માં ૫૦ પરિક્ષાર્થી ઓને પેપર પહોંચાડવા ની કબૂલાત કર્યા બાદ એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારી ઓ દ્રારા પેપરકાંડ ના આરોપી ઓ ને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરતા મંગળવારે તાલુકા માંથી કુલ ચાર ની અટકાયત કરી હતી જેમાં મુકેશ ચૌધરી ના નાના ભાઈ ભરત ચૌધરી ની પણ અટકાયત કરી હતી જ્યારે બુધવારે તાલુકા ના કોદરામ, વડગામ,પીલુચા સહિત ના ગામો માંથી વધુ ચાર થી પાંચ યુવકો ની અટકાયત ક્રાઈમ બ્રાન્ચ દ્રારા કરાઇ હોવાની ચર્ચા ને લઈ પેપરકાંડ માં સંડોવાયેલા યુવકો ભૂગર્ભ માં ઉતરી ગયા ની ચર્ચા ઓએ જોર પકડ્યું હતું જોકે આ સમગ્ર મામલે મોડી સાંજ સુધી એક પણ યુવક ની અટકાયત ની સત્તાવાર જાણકારી મળી ન હતી
 
 
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.