'મહા' વાવાઝોડા સામે રૂપાણી સરકારની 'મહા તૈયારી' કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ

મહા વાવાઝોડાની અસરને નાથવા રાજય સરકાર, CM રૂપાણી તથા સમગ્ર તંત્ર સક્રિય થઈ ગયું છે. વાવાઝોડાને પગલે માછીમારોને દરિયામાં ન જવાની સુચના આપવામાં આવી છે. દરિયાકાંઠે ભારે પવનના કારણે વૃક્ષો પડી શકે છે, તેમજ રોડ પણ તૂટી શકે છે. વાવાઝોડાના પગલે દરિયાકાંઠાના વિસ્તારમાં મહત્ત્।મ સ્થળાંતર કરવા માટેની સુચના આપવામાં આવી છે. રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જિલ્લા કલેકટર કચરીમાં ખાસ કોન્ટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે. સાથે જ જિલ્લાના તમામ અધિકારીઓની રજા પણ રદ્દ કરી દેવામાં આવી છે. સવારથી રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વધુ સક્રિય બન્યું છે. મગફળીના તૈયાર પાકને નુકસાન ના પહોંચે તે માટે તલાટીઓ અને ગ્રામ સેવકોને સૂચના આપી દેવામાં આવી છે. સાથે જ તૈયાર પાકને ઢાંકી દેવા માટે પણ સૂચના આપવામાં આવી છે. તો આ તરફ રાજકોટ મનપાનો આગતરો એકશન પ્લાન તૈયાર કરી લેવામા આવ્યો છે. મનપાનું ફાયર એન્ડ ઇમર્જન્સી તંત્ર એલર્ટ પર છે. સાથે જ ૫ રેસ્કયુવાન અને એક રેસ્કયુક્રેન સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. તેમજ અલગ અલગ ૮ ફાયર સ્ટેશન ખાતે ઇમર્જન્સી ટેલિફોન સેવા શરૂ કરવામાં આવી છે. સંભવિત પરિસ્થિતિમાં રોશની વિભાગ, ફાયર વિભાગ રાઉન્ડ ધી કલોક ખડેપગે રાખવામાં આવશે. મહા વાવાઝોડાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે ત્યારે વેરાવળ બંદરની જેટી પર હજારો બોટનો ખડકલો જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૧૦,૫૦૦ જેટલી નાની મોટી બોટને પરત બોલાવવામાં આવી છે. ફિશરીઝ વિભાગે કોઈ બોટ ફિશિંગ કરવા જશે તો તેનું ત્રણ મહિના સુધી લાયસન્સ રદ કરાશે તેવી ચેતવણી આપવામાં આવી છે. મહા વાવાઝોડાને લઈને દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે જેને પગલે મહાકાય મોજા ઉછળી રહ્યાં છે. રાજયમાં મહા વાવાઝોડાના પગલે  NRFD ની ૧૫ જેટલી ટીમોને એલર્ટ કરવામાં આવી છે. ૧૦ ટિમ અન્ય રાજયમાં એર લિફ્ટ કરવામાં આવશે. ૫ ટિમ દિલ્હી અને ૫ ટિમ હરિયાણાથી બોલાવવામાં આવશે. તેમજ સોમનાથ- વેરાવળ તંત્રને એલર્ટ રહેવા સુચના આપી દેવામાં આવી છે. પોરબંદર, વેરાવળ, સોમનાથ ગીર, અમરેલી, જામનગર. દ્વારકા સહિતના અન્ય દરિયા કાંઠે NRFD એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ અત્યારથી જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવમાં આવી છે. ગુજરાત પર મહા વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, જે અંતર્ગત મહા વાવાઝોડું વેરાવળથી ૬૬૦ કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં દીવ અને પોરબંદરની વચ્ચે સિવિયર સાયકલોન રૂપે પસાર થશે. વાવાઝોડું છઠ્ઠી તારીખેે મધરાતે ગુજરાત કાંઠે ટકરાય શકે છે. જેના પગલે સમગ્ર ગુજરાતમાં ૬ અને ૭ તારીખે વ્યાપક વરસાદ પડી શકે છે. જે મુજબ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. પવનની ગતિ ૧૦૦થી  ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. સામાન્ય સંજોગોમાં પવનની ગતિ ૭૦થી ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. વાવાઝોડાને પગલે માછીમારોને દરિયામાં ન જવાની સુચના આપવામાં આવી છે. દરિયાકાંઠે ભારે પવનના કારણે વૃક્ષો પડી શકે છે, તેમજ રોડ પણ તૂટી શકે છે. વાવાઝોડાના પગલે દરિયાકાંઠાના વિસ્તારમાં મહત્તમ સ્થળાંતર કરવા માટેની સુચના આપવામાં આવી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.