હાર્દિકના સમર્થનમાં થરાદનો કિશોર સાત દિવસથી આમરણાંત ઉપવાસ પર

 હાર્દિકના સમર્થનમાં થરાદનો કિશોર સાત દિવસથી આમરણાંત ઉપવાસ પર 
 
૫ાલનપુર
   પાટીદાર અનામત અને ખેડુતોના દેવાં માફ કરવાની માંગને લઇને ચૌદ દિવસથી ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલના સમર્થનમાં બનાસ કાંઠાના થરાદ ખાતે વિનાયક સોસાયટીમાં રહેતા ૧૭ વર્ષના નમન પટેલે ઘરમાં ઉપવાસ ચાલુ કર્યા છે.નમનના પિતા બિપિનભાઇ પટેલે જણાવ્યું હતું ઘરમાં તેઓ વોટ્‌સએપ અને ફેસબુકમાં હાર્દિકને સમર્થન કરવાની સાથે મજાકમાં અનામત જોઇતું હોય તો ઉપવાસ પર ઉતરી જવું પડે તેવી વાત કરતાં તેને લાગી આવતાં તે પણ સાત દિવસથી ઉપવાસ પર ઉતરી ગયો છે.જે માત્ર સાત દિવસથી પાણી પર હોવાનો અને અનાજનો દાણો પણ મોં મા નાખ્યો નથી તેવો દાવો પરિવાર દ્રારા કરવામાં આવ્યો છે.પરિવારની દિકરી શ્રૃતીએ જણાવ્યું હતુંકે હાર્દિક પટેલ જમશે પછી જ મારો ભાઇ જમશે.જ્યારે નમને જણાવ્યું હતું કે હાર્દિક પણ સમાજની ચિંતા કરતો હોય તો આપણે પણ કરવી જોઇએ આથી જયાં સુધી ગુજરાત સરકાર હાર્દિક પટેલને ન્યાય નહિ આપે ત્યાં સુધી મારા ઉપવાસ ચાલુ રહેશે.કિશોરના પિતા નમનભાઇએ જણાવ્યું હતું કે સરકારે ત્વરાએ હાર્દિક સાથે મંત્રણા કરી યોગ્ય પગલાં ભરવાં જોઇએ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.