થરાદ બેઠક પર કોંગેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂતનું નામ નિશ્ચિત

થરાદ વિધાનસભાની પેટા ચુંટણીને લઇ ભારે રાજકીય સળવળાટ જોવા મળી રહ્યો છે.અત્યારે લોકોને કયા પક્ષમાંથી કોને ટીકીટ મળે તેની ઇન્તેજારી છે.ત્યારે આજે કોંગેસ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવાની કાર્યવાહી શરુ કરી છે. જેમાં થરાદ બેઠક પર પૂર્વ ધારાસભ્ય હેમાભાઈ રાજપૂતના પૌત્ર અને યુથ કોંગ્રેસના અગ્રણી ગુલાબસિંહ રાજપૂતનું નામ નિશ્ચિત થયું હોવાનું જાણવા મળ્યું છે.
 
જયારે ભાજપ દ્વારા હજુ ઉમેદવારના નામની જાહેરાત થઇ નથી.પરંતુ કોની પસંદગી  કરશે તેને લઇ રાજકારણ ગરમાયું છે.ત્યારે કોંગ્રેસના અગ્રણી અને એક સમયના કોંગ્રેસ વિધાનસભાના ઉમેદવાર રહી ચુકેલા માવજીભાઈ પટેલ એક કાર્યક્રમમાં ભાજપના સાંસદ પરબતભાઈ પટેલ સાથે જોવા મળતા અનેક તર્કવિતર્ક વ્શેતા થયા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.