02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / યુવકે ઘોડા પર બેસીને ફોટો પડાવ્યો, 15 મિનિટ પછી કોપી આપવા ગયેલા ફોટોગ્રાફરને યુવકની મળી લાશ

યુવકે ઘોડા પર બેસીને ફોટો પડાવ્યો, 15 મિનિટ પછી કોપી આપવા ગયેલા ફોટોગ્રાફરને યુવકની મળી લાશ   23/08/2018

ચિત્તોડના કિલ્લામાં આવેલા ગોમુખ કૂંડમાં નાહવા પડેલા એક યુવકનું મોત થયું છે. યુવકને બહાર કાઢવા માટે ગોતાખોર સહિત ઘણાં યુવકોએ દિવસ દરમિયાન ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ તેમને સફળતા મળી નહતી. મહેન્દ્ર ઘણી ગામના લોકોની સાથે પાલીથી કિલ્લો ફરવા માટે આવ્યો હતો. તે કૂંડમાં ડૂબ્યો તેની 15 મિનિટ પહેલાં જ તેણે ઘોડા પર બેસીને ફોટો પડાવ્યો હતો. 15 મિનિટ પછી જ્યારે ફોટોગ્રાફર તેને કોપી આપવા શોધવા લાગ્યો ત્યારે તેને ખબર પડી કે મહેન્દ્ર કૂંડમાં ડુબી ગયો છે. આ જાણીને ફોટોગ્રાફરને પણ ખૂબ આઘાત લાગ્યો હતો.
 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે રવિવારે સવારે 11.30 લાગે ગોમુખ કૂંડમાં લોકો નહાઈ રહ્યા હતા. એક નાની છોકરીએ યુવકને ડૂબતા જોઈને તેના દાદાને જાણ કરી હતી.
ગોમુખ કૂંડ સ્થિત મંદિરની પુજારી મહિલાઓએ જણાવ્યું કે, કૂંડમાં ચાર યુવક નાહી રહ્યા હતા. તેમાંથી ત્રણ યુવક આ જ શહેરના હતા જ્યારે એક યુવક બહારના શહેરનો હતો.
ઘટનાની જાણ થતાં જ એએસઆઈ રાજૂસિંહ સ્ટાફ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. દુર્ગમાં રહેતા નારાયણ સિંહ, હિંમાશું સૈને યુવકને શોધવાનું શરૂ કર્યું હતું.
ત્યારપછી શહેરના ગોતાખોરોને બોલાવવામાં આવ્યા હતા. તેમણે મોડી સાંજ સુધી યુવકની શોધખોળ કરી હતી પરંતુ તેમને સફળતા નહતી મળી.
કપડાંના આધારે યુવકની ઓળખ પાલી જિલ્લાના ઘણીમાં રહેતા 20 વર્ષના મહેન્દ્ર તરીકે થઈ છે. પોલીસે યુવકના પરિવારને માહિતી આપી છે.
 
યુવક પરિવારમાં સૌથી મોટો દીકરો હતો. તેનો એક ભાઈ અને બે નાની બહેન છે. યુવકનો પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા.
સંબંધી વિમલા કુમારી રાવે જણાવ્યું કે, ગામમાંથી બસ કરીને 40 લોકો ફરવા નીકળ્યા હતા.
શ્યામળાજીના દર્શન કરીને તેઓ રવિવારે ચિત્તોડનો કિલ્લો ફરવા આવ્યા હતા. સાંજે તેઓ ગામ પાછા જવાના હતા. મહેન્દ્ર તેના પરિવારમાંથી એકલો આવ્યો હતો.

Tags :