પાલનપુર તાલુકાનાં મડાણા એસ.આર.પી. કેમ્પમાં જવાને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

પાલનપુર તાલુકાનાં મડાણા(ડાંગીયા) ગામે આવેલ એસ.આર.પી. કેમ્પમાં હેડ.કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં અમદાવાદના એક  જવાને અગમ્ય કારણોસર પોતાનાં રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે ગઢ પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 
      
મડાણા(ડાંગીયા) ખાતે એસ.આર.પી. કેમ્પમાં હેડ.કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં અમદાવાદ રાણીપ રાવતપરા સોસાયટીના જયકુમાર આર શિરોહી એ બુધવારની સાંજે કોઈ અગમ્ય કારણોસર પોતાના રૂમ નંબર ૧૦૭ માં  પંખા ઉપર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. 
 
એસ.આર.પી.કેમ્પમાં એક જવાનની આત્મહત્યા અંગે કેમ્પનાએ.એસ.આઈ 
રમેશભાઈ માધુભાઈએ ગઢ પોલીસને જાણ કરતા પોલીસે બનાવ અંગે અકસ્માતે મોત નો ગુન્હો નોંધી ને ગઢ પી.એસ.આઈ વી.આર.પટેલે તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.