02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / પંજાબમાં પતિ-પત્ની પર બદમાશોએ વરસાવી દીધી ગોળીઓ, બંનેના મોત

પંજાબમાં પતિ-પત્ની પર બદમાશોએ વરસાવી દીધી ગોળીઓ, બંનેના મોત   05/09/2018

રવિવારે રાત્રે રણવીર કોલેજની પાસે કારમાં ફરવા નીકળેલાં ફાયનાન્સર ચરણજીત ગર્ગ અને તેની પત્ની પૂજા ગર્ગની હત્યા બાદ સોમવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ચરણજીત દરરોજ જમ્યાં બાદ બાળકો અને પત્નીને આઈસ્ક્રિમ ખવડાવતાં નીકળતા હતા પરંતુ ઘટનાની રાત્રે 6 વર્ષનો પુત્ર માહી અને 4 વર્ષનો પુત્ર હેરી સુઈ ગયા હતા ત્યારે તેઓને દાદી પાસે છોડીને તે બંને એકલાં નીકળી ગયા હતા અને રસ્તામાં આરોપીઓએ બંનેની હત્યા કરી દીધી હતી. હજુ સુધી એકપણ આરોપીઓની ધરપકડ થઈ નથી કે કયા કારણસર તેની હત્યા થઈ તેની પણ જાણ થઈ શકી નથી.
 
ચર્ચા છે કે આરોપીઓએ ઘટના પછી કારનો દરવાજો ખોલીને બાળકોની તલાશ કરી હતી. જો કે બાળકો ઘરે હોવાથી બચી ગયા હતા.
પોતાના માતા પિતાના મોત બાદ દર્દથી અજાણ બંને માસૂમ સંબંધીઓ સામે સવાલભરી નજરે જોઈ રહ્યાં છે. રૂમમાં જઈ મમ્મી-ડેડીને શોધી રહેલાં માસૂમોને વારંવાર એક સવાલ જ સતાવી રહ્યો છે કે મમ્મી-ડેડી ક્યારે ઘરે આવશે અને બધાં રડી કેમ રહ્યાં છે.
બાળકોની હાલત જોઈને તમામ હ્રદય પીગળી રહ્યાં છે અને તમામ સંબંધીઓ વારંવાર બાળકોને પોતાને ગળે લગાવીને વારંવાર પ્રેમ કરતાં જોવા મળે છે. તો પોલીસે આ મામલે 4 લોકો વિરૂદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો છે. 
ચરણજીત ગર્ગ છેલ્લાં લાંબા સમયથી અકાલી દળની સાથે જોડાયેલાં હતા અને શિઅદના મહાસચિવ અને રાજ્યસભા મેમ્બર સુખદેવ સિંહ ઢીંઢસા તેમજ તેમના પુત્ર પરમિંદર સિંહ ઢિંઢસાના નજીકના હતા.
 
 પોલીસનો દાવો છે કે આરોપીઓને જાણ હતી કે ચરણજીત રાતના સમયે દરરોજ ફરવા નીકળે છે, જે બાદ તેનો પીછો કરીને હત્યા કરવામાં આવી. આરોપીઓમાં સામેલ જય દેવ જજૂ ગુનાકિય પ્રવૃતિ ધરાવે છે. SHO પરવિંદર સિંહનું કહેવું છે કે જજૂ આ પહેલાં પણ એક મર્ડર કેસમાં સામેલ રહ્યો છે. જજૂનો પિતા પણ નકલી કરન્સી કેસમાં જેલમાં બંધ છે.
 
ચરણજીત ગર્ગ શહેરમાં ડોકટરના નામથી ઓળખાય છે કેમકે ફાર્મસી પછી તેને પોતાના ગામ ઉભાવાલમાં દવાની દુકાન કરી હતી. સાથે જ શહેરમાં એક ડોકટરની પાસે નોકરી પણ કરતો રહ્યો. જે બાદ ઠેકેદારી, પ્રોપર્ટી ડીલર અને ફાયનાન્સનું કામ જોતાં હતા. વર્તમાન સમયમાં તે શહેરની પોશ કોલોની કેપ્ટન કર્મસિંહ નગરમાં પોતે જ આલીશાન ઘરમાં પોતાની પત્ની, બંને બાળકો અને માની સાથે રહી રહ્યાં હતા. તેના પિતાનું મોત પહેલાં જ થઈ ગયું હતું.

Tags :