પાલનપુર
બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુળની સુચના અનુસાર પાલનપુર શહેરમાં મોટર સાયકલ પર રોમીયો ગીરી તેમજ રફ ડ્રાઇવિંગ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરતા આર. કે. પરમાર પોલીસ સબ ઇન્સ્પેકટર, જીલ્લા ટ્રાફીક તથા એચ. કે. મકવાણા પોલીસ સબ ઇન્સ્પેકટર, સીટી ટ્રાફીક તથા આર. કે. સોલંકી પોલીસ ઇન્સ્પેકટર, પાલનપુર પશ્ચિમ તથા. પી. એચ. વસાવા પોલીસ ઇન્સ્પેકટર, પાલનપુર પૂર્વ વિગેરે દ્વારા જુદી જુદી ટીમો બનાવી રાત્રીના ૮ થી ૧૦.૩૦ કલાક સુધીની સ્પેશીયલ ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન મોટર સાયકલ પર રોમીયો ગીરી તેમજ રફ ડ્રાઇવિંગ કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરતા ફફડાટ વ્યાપી ગયો હતો.પોલીસે કુલ ૫૯ બાઈક ડીટેઈન કરી રૂ.પ૮૦૦ નો દંડ ફટકાર્યો હતો.
Tags :