લાખણીના મડાલ ગામની યુવતીનું ડેન્ગ્યુથી મોત

રખેવાળ ન્યુઝ ગેળા :લાખણી તાલુકામાં ડેન્ગ્યુના હાહાકાર વચ્ચે જસરાના યુવક બાદ મડાલ ગામની યુવતીનો પણ ભોગ લેવાતા ગ્રામજનોમાં દહેશતનો માહોલ છવાયો છે. લાખણી તાલુકામાં શિયાળાના આરંભે પણ ડેન્ગ્યુનો ઉપદ્રવ હદ વટાવી ગયો છે. બે દિવસ અગાઉ જસરા ગામના ૨૩ વર્ષીય નરસીભાઈ દેસાઈનું ડેન્ગ્યુના કારણે મોત નીપજ્યું હતું જેની તાલુકાવાસીઓને હજુ કળ વળી નથી ત્યાં વધુ એક યુવતીનું મોત થવા પામ્યુ છે જેની મળતી વિગતો મુજબ ગેળા ગામના ચૌધરી ગણેશભાઈ સવાજી (આરડી)ની ૨૨ વર્ષની પુત્રી વિમુબેનને મડાલ ગામે જયરામભાઈ તરક (ચૌધરી) સાથે પરણાવેલી હતી જેને સામાન્ય તાવના લક્ષણો જણાતા સ્થાનિક દવાખાને સારવાર અપાવી હતી તેમ છતાં ડેન્ગ્યુના કારણે ફરક ન પડતા તેણીને પાટણ ખસેડી હતી ત્યાં પણ તબિયત ઉત્તરોતર બગડતા વધુ સારવાર અર્થે અમદાવાદ ની ર્સ્ટલિંગ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી પરંતુ સારવાર દરમ્યાન ડેન્ગ્યુ ફિવરના કારણે તેણીનું અકાળે મોત નીપજયું હતું. જે સમાચાર વાયુવેગે તાલુકામાં પ્રસરી ઉઠતા ગ્રામજનોમાં દહેશતનો માહોલ છવાયો છે ડેન્ગ્યુના કારણે વધુ એક મોતનો બનાવ બન્યો છે તેમછતાં આરોગ્ય તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરાતી નથી તેથી ગ્રામજનોમાં રોષ સાથે આક્રોશની લાગણી   છવાઈ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.