02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / કોલકાતા બાદ સિલિગુડીમાં નદી પર બનેલો પૂલ તૂટ્યો

કોલકાતા બાદ સિલિગુડીમાં નદી પર બનેલો પૂલ તૂટ્યો   07/09/2018

સિલિગુડી:પશ્ચિમ બંગાળમાં પુલ તૂટવાનો સિલ‌િસલો બંધ થવાનું નામ લેતો નથી. હજુ ત્રણ દિવસ પહેલાં જ પાટનગર કોલકાતામાં પૂલ તૂટવાની મોટી દુર્ઘટનાના સમાચાર ભુલાયા નથી ત્યાં આજે સિલિગુડીમાં પણ નદી પર બનેલો એક પૂલ તૂટી પડ્યો હતો.

સિલિગુડીમાં પીછલા નદી પર બનેલો આ પુુલ આજે સવારે તૂટી પડ્યો હતો. આ પુલ રખલગંજ અને માનગંજને જોડે છે. પુલ તૂટી પડ્યો ત્યારે તેના પર વાહનો દોડી રહ્યાં હતાં. પૂલ તૂટી પડવાથી અનેક વાહનો ફસાઇ ગયાં છે. સિલિગુડીમાં આ પૂલ તૂટી પડવાના સમાચાર મળતાં જ પોલીસ અને પ્રશાસનના ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે કોલકાતામાં એક પૂલ તૂટી પડવાની મોટી દુર્ઘટના ઘટી હતી. દક્ષિણ કોલકાતાના ડાયમંડ હાર્બર રોડ પર બનેલ પ૦ વર્ષ જૂના માજેરહાટ પુલનો એક ભાગ ધરાશાયી થતાં ત્રણનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ પૂલ તૂટવા અંગે રાજનીતિ શરૂ થઇ ગઇ હતી.

પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ પૂલ તૂટવાની દુર્ઘટના પર પોતાની સરકારનો બચાવ કરતાં જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં રોજ અનેક લોકો મરી રહ્યા છે ત્યારે કેમ કોઇ સવાલ ઉઠાવવામાં આવતો નથી?

પશ્ચિમ બંગાળમાં ભાજપે પૂલ દુર્ઘટના માટે મમતા સરકારને જવાબદાર ગણાવી હતી. તેની ઉગ્ર પ્રતિક્રિયારૂપે મમતાએ જણાવ્યું હતું કે તમે લોકો વારાણસી અને મહારાષ્ટ્રમાં પૂલ તૂટી પડવાની ઘટના સામે કેમ સવાલ ઉઠાવતા નથી?

મમતા બેનરજીએ આ દુર્ઘટના પાછળ ભાજપની સા‌િજશ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ બાબત અમારા હાથમાં નથી. પૂલનું નિર્માણ કોંગ્રેસની સરકારમાં થયું હતું, અમે કંઇ ખોટું કર્યું નથી.

Tags :