રડતી આંખે માતાએ કહ્યું ‘11 વર્ષની બાધાથી મળેલા દીકરાને મેં નજરે સળગતો જોયો’, કરંટ લાગતા બાળકનું મોત

વડોદરા એક્સપ્રેસ હાઈવે પરના હરિદર્શન ફ્લેટના ધાબા પરથી 20થી 25 ફૂટ દૂર પસાર થતી 132 કેવીની હાઈટેન્શન લાઈનને કારણે શનિવારે દાઝી ગયેલા 11 વર્ષના બાળકનું સોમવારે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. બાળકો શનિવારે સાંજે ધાબે રમી રહ્યા હતા ત્યારે 11 વર્ષનો રાજદીપ રાઠોડ ધાબાના ખૂણે લગાવેલી ડીશને અડતાં તેને કરંટ લાગ્યો હતો અને તે સળગી ગયો હતો. રાજદીપ કરંટના ઝાટકાથી 5 ફૂટ ઊંચે ફંગોળાઈ ધાબા પર પડતાં આરસીસીમાં 3 વેઢા જેટલું ગાબડું પણ પડી ગયું હતું.
 
હાઈટેન્શન લાઈનમાંથી ઉતરેલા કરંટને લીધે 24 ફ્લેટમાંથી અડધા અડધ ફ્લેટની વીજળી ગુલ થઈ ગઈ હતી. 4 માળના ફ્લેટમાં છેક નીચે સુધી લોકોના ઘરમાં છતમાં ગાબડાં પડી ગયા હતા અને સ્વિચ બોર્ડ પણ બળી ગયા હતા. કેટલાક ઘરોમાં તો ફ્રિજ પણ ખરાબ થઈ ગયા હતા. સ્થાનિકોના કહેવા મુજબ હાઈટેન્શન લાઈન હોવાથી ધડાકો એટલો મોટો થયો હતો કે, 2 કિલોમીટર સુધી તેનો અવાજ સંભળાયો હતો.
 
આ ઘટના બની ત્યારે ધાબા પર હાજર પાડોશી રેખાબેન મકવાણાએ જણાવ્યું કે, હું અને રાજદીપની મમ્મી કંચનબહેન ધાબા પર શાક સમારી રહ્યાં હતાં. મારી નાની દીકરી, રાજદીપ અને ચાર-પાંચ બાળકો ધાબા પર હતા. એ‌વામાં અચાનક જ ધડાકો થયો અને રાજદીપ હવામાં ઉછળી સળગતો જમીન પર પટકાયો. અમે ચાદરથી આગ બુઝાવવા ગયા જેમાં રાજદીપની મમ્મી અને હું પણ દાઝી. અહીં પસાર થતાં વાયરોમાં એટલો પાવર છે કે ઉમિયા માતાના રથ વખતે શણગાર કરતા લગાવેલી સિરીઝ પ્લગ વગર ચાલુ થઈ હતી.
 
11 વર્ષની બાધાથી મળેલા દીકરાને મેં નજરે સળગતો જોયો છે. હું મારા ત્રણેય બાળકોને ધાબે રમવા લઈ ગઈ હતી. હું પાડોશી સાથે શાક સમારી રહી હતી ત્યારે અચાનક ધડાકો થયો ને મારો રાજદીપ પાંચ ફૂટ ઉછળ્યો અને સળગતો નીચે પટકાયો. ચાદરથી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો અને તેના કપડા કાઢતાં મારો હાથ દાઝ્યો હતો. 132 કેવી વાયરના કરન્ટની અસર 3થી 4 ફુટ સુધી જ થાય છે. પરંતુ તેની સાથે જો કોઇ વસ્તુ જોડાય તો જ તે કરંટ દુર પ્રસરી કરી શકે. પાવરની તાકાત માણસને પણ દૂર ફેંકી શકે છે. સમગ્ર બનાવ કઇ રીતે બન્યો તે બાબતે રાજ્ય સરકારના ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ ચાલી રહી છે. તે અંગેનો અહેવાલ આવ્યા બાદ જ ઘટના કઇ રીતે બની તે સ્પષ્ટ થઇ શકે છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.