02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / ધાનેરાના એક આશાસ્પદ યુવાને આત્મહત્યા કરતાં અરેરાટી

ધાનેરાના એક આશાસ્પદ યુવાને આત્મહત્યા કરતાં અરેરાટી   22/08/2019

ધાનેરા : હાલ તહેવારના દિવસો ચાલી રહ્યા છે ત્યારે ધાનેરાના એક આશાસ્પદ યુવાને ફાસો ખાઈ જીવન ટૂંકાવી દેતા અરેરાટી મચી ગઇ છે. ધાનેરાના મધુસુદન પ્લાઝા કોમ્પ્લેક્સ પાછળ ટાયર પંચરની દુકાનમાં કામ કરતા થરાદ તાલુકાના મેધપુરા ગામના સેધાભાઈ  ધારસીભાઈ ઠાકોર નામના ૨૨ વર્ષીય યુવકે દુકાન માલિકના ઘરમાં જ પંખા પર કપડું બાંધી ફાસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. સવારે આ ઘટનાની જાણ થતાં દુકાન માલિકે મૃતક યુવકના પરિવારજનોને બનાવની જાણ કરી હતી. જેના પગલે ધાનેરા દોડી આવેલા મૃતકના સગા પ્રભુભાઈએ ધાનેરા પોલિશ મથકે જાણ કરતા પોલિસે આ યુવકના મૃતદેહને ધાનેરાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી છે. આ યુવકના અપમૃત્યુનો ભેદ ઉકેલવા ધાનેરા પોલીસે મૃતકના પરિવારજનો તેમજ ટાયર પંચરની દૂકાનના માલિકના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી છે.

Tags :