વિશ્વભરમાં વસતા જૈન સમાજની વસ્તી ગણતરીનો પ્રારંભ

 
 
ભારતમાં પળાતા ધર્મોમાંથી જૈન ધર્મનો ક્રમાંક છઠ્ઠો છે. ર૦૧૧માં થયેલી વસતીગણતરી મુજબ હિન્દુ, ઇસ્લામ, ક્રિશ્ચન, શીખ, બૌદ્ધ બાદ જૈન ધર્મનો નંબર આવે છે. એ જ રીપોર્ટ મુજબ ૪૪ લાખ પ૧ હજાર ૭પ૩ ભારતીયો જૈનિઝમના સિદ્ધાંતોને અનુસરે છે, જે દેશની કુલ વસ્તીના માત્ર ૦.૪૦ ટકા છે, પણ ખરેખર જૈનોની શ્રી બૃહદ જૈન સંઘના જૈન જનગણના કાર્યક્રમના પાયારૂપ વિરેન્દ્રભાઇ શાહ આગળ કહે છે, 'ભારતની વસ્તીગણતરીની કોલમમાં સાતમી કોલમ છે. રિલિજિયન અને આઠમી કોલમ છે એસસી-એસટી શિડયુલર કાસ્ટ-ટ્રાઇબ જૈનો હિન્દુ છે આથી તેઓ એસસી-એસટીમાં બોકસ ખાલી રાખે છે અને રિલિજિયનના હિન્દુ લખે છે. કારણ કે તેમની મુખ્ય જાતિ હિન્દુ છે. આ કન્ફયુઝનને કારણે કેટલા ભારતીયો જૈન ધર્મ ફોલો કરે છે તેનો ચોક્કસ આંકડો નથી મળતો. આથી જ અમે શ્રી બૃહદ મુંબઇ જૈન સંઘના ઉપક્રમે સમસ્ત જગતના જૈનોની ગણના કરવાનું નક્કી કર્યું છે.' જનગણના માટે મુંબઇના ૭૮૦ જેટલા શ્વેતામ્બર, દિગમ્બર દેરાસરો અને જૈન સ્થાનકોમાં ૩પ,૦૦૦ ફોર્મ વહેંચવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં ૧૪૮૦ પરિવારે ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ કરાવી લીધું છે. જનગણના પ્રોજેકટમાં એકિટવ અને 'જીતો'ના શ્રમણ આરોગ્યમ્ કાર્યક્રમના સૂત્રધાર ડો. સુજલ શાહ કહે છે, 'જૈન ધર્મમાં ચાર મુખ્ય ફિરકા છે અને તેમાં અનેક સંપ્રદાય, ગચ્છ, સંધાડા વિગેરે છે. તેઓ દરેક ભગવાન મહાવીરે સ્થાપેલા જૈન ધર્મને જ માને છે. પરંતુ રીતે જુદી જુદી હોય છે. રીત જુદી જુદી હોવાથી દરેકના ધર્મ-સ્થાન પણ ભિન્ન હોય છે. હવે દરેક ધર્મસ્થાનકો પોતાની રીતે તેમની સાથે સંકળાયેલા શ્રાવકોની વસતીગણતરી વગેરે કરે છે, પણ આ દરેકને એકસાથે એક સમૂહમાં સાંકળવાનું કામ કદાચ હજી સુધી નથી થયું જે જૈન જનગણના પ્રોજેકટ દ્વારા થશે. એકચ્યુઅલી આ ખૂબ અઘરૃં પણ છે. આપણે ફકત એક જ્ઞાતિનો દાખલો લઇએ તો એક જ જ્ઞાતિ ધરાવતા બંધુઓનું વસ્તીપત્રક તૈયાર કરવું પણ કેટલું મુશ્કેલ કામ છે ત્યારે અહીં તો એક મુખ્ય ધર્મ છે જેની અનેક શાખાઓ છે, જે ફોલો કરતી સેંકડો જ્ઞાતિઓ છે તે બધાને એકસૂત્રે બાંધવાના છે.' તો આવું ભગીરથ કાર્ય માંડવાનું કારણું ? તેનો ઉત્તર આપતા વિરેન્દ્રભાઇ શાહ કહે છે, 'યુવા પેઢી, ભગવાન મહાવીરે સ્થાપેલા ધર્મને ફોલો કરતા યુવાનો ધાર્મિક, આધ્યાત્મિક, સામાજિક રૂએ એકબીજાથી સંકળાયેલા રહે. સ્વવિકાસ કરે સાથે સમાજ અને રાષ્ટ્રનો વિકાસ પણ કરે. રાષ્ટ્રીય આપદાઓ વખતે એકજૂટ રહી દેશબાંધવોને સહાય કરે એ હેતુથી વિકાસ પણ કરે. અમે આખો ડેટાબેઝ તૈયાર કરી રહ્યા છીએ. જોકે, સમસ્ત ભારતના ઘણા જૈન સંઘોમાં તેમના મેમ્બર્સના લિસ્ટ હોય છે, પરંતુ ઘણા ટ્રેડીશનલ રીતે તૈયાર થયેલા, તો કેટલાક વર્ષો પહેલાના બનેલા છે જે અપડેટ કરવા સોસિબલ નથી, આથી સંસ્થાએ જૈન જનગણનાનું ભીષ્મ કાર્ય હાથ ધર્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.